________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ હિંસાદિનો અશુભભાવ થાય છે એવી તારી માન્યતા મિથ્યા છે. ભાઈ ! પરદ્રવ્ય કારણ અને શુભાશુભ ભાવ એનું કાર્ય એ માન્યતા મિથ્યા છે.
બોટાદમાં એક શ્રીમના અનુયાયી હતા. તે રાગ તાણી-તાણીને ભગવાનની સ્તુતિ-ભક્તિ કરે. તે પૂછતા-મહારાજ ! દેવ-ગુરુને શું પર કહેવાય ?
તેમને પૂછયું -હા, દેવ-ગુરુ-શાસ્ત્ર એ બધા પર છે, લાખવાર પર છે. પહેલાં તો એમને બેસે નહિ, પણ પછીથી નરમ થઈને કબુલ્યું કે મહારાજની વાત સાચી છે. ભાઈ ! આ ક્યાં મહારાજની (કાનજીસ્વામીની) કલ્પિત વાત છે, આ તો વીતરાગ જૈન પરમેશ્વરનો પોકાર છે.
જીવને ચોરી કરવાનો અશુભભાવ થયો તે કર્મના ઉદયનું કાર્ય નથી. કર્મનો ઉદય હો, એ તે કાળે નિમિત્ત છે, પણ કર્મના ઉદયનું તે (અશુભભાવ) કાર્ય નથી; અને ચોરીની-પૈસા વગેરે ઉપાડી જવાની જે ક્રિયા થઈ તે અશુભભાવનું કાર્ય નથી. આવી વાત છે.
ભાઈ ! આમાં તો ઘણું બધું સમાવી દીધું છે. સૂક્ષ્મપણે વિચારીએ તો આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વ્યવહારરત્નત્રયના ભાવ-શુભભાવ તે કર્તા અને સમકિત આદિ નિર્મળરત્નત્રય પ્રગટ થાય છે એનું કાર્ય એમ નથી; કેમકે પરભાવ પરભાવનું કર્તા નથી. શુભભાવ જે પરભાવ છે તે કર્તા ને જીવની નિર્મળ ધર્મરૂપ પર્યાય પ્રગટી તે એનું કર્મ એમ છે નહિ. વ્યવહારથી નિશ્ચય પ્રગટે એ માન્યતા જ મિથ્યા છે.
અરે! પણ એને આ વિચારવાની ફુરસદ ક્યાં છે? આંધળે બહેરું કૂટે રાખે છે. બિચારાને પાપના ધંધા આડે નવરાશ ન મળે; બાવીસ-બાવીસ કલાક તો રોજ બાયડીછોકરા સાચવવા પાછળ, રળવા-કમાવા પાછળ અને ખાન-પાન આદિ ભોગની પાછળ ચાલ્યા જાય. માંડ બે કલાક મળે તો કુગુરુ એને લૂંટી લે. અરે ! એમ ને એમ એની જિંદગી પૂરી થઈ જાય ને ક્યાંય સંસારમાં અટવાઈ જાય, ખોવાઈ જાય! અહીં તો એમ કહેવું છે કે વ્યવહાર રત્નત્રયનો શુભરાગ કર્તા ને સમ્યગ્દર્શનની પર્યાય એનું કાર્ય એમ છે નહિ. અજ્ઞાની હોય તે જ એમ માને. બાપુ! મારગ તો આવો છે. હવે કહે છે
“એ રીતે બધુંય સ્વતંત્રપણે કર્મ જ કરે છે, કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે એમ નિશ્ચય કરીએ છીએ કે- સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે.”
લ્યો, અજ્ઞાની કહે છે-બધુંય સ્વતંત્ર કર્મ જ કરે છે. અહીં “સ્વતંત્ર” કેમ કહ્યું? કેમકે કર્તા સિદ્ધ કરવો છે ને? કર્મ કર્યા છે એમ નક્કી કરવું છે એટલે ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com