________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૩ર થી ૩૪૪ ]
[ ૨૫૧ બધુંય કર્મ સ્વતંત્ર કરે છે એમ લીધું. આ સ્ત્રી, કુટુંબ-પરિવાર, ધન-ધાન્ય, બાગ-બંગલા ઇત્યાદિ અનેક સામગ્રી કર્મ જ આપે છે એમ અજ્ઞાનીનું માનવું છે. પણ અરે ભાઈ ! સંયોગમાં જે આ સામગ્રી આવે છે એ તો પોતાના કારણે પોતાથી–પોતાના ઉપાદાનથી આવે છે. સાતાવેદનીય આદિ કર્મનો ઉદય તો ત્યાં નિમિત્તમાત્ર છે. નિમિત્ત કાંઈ સામગ્રી બલાતું ખેંચી લાવે છે એમ તો નથી, એ સામગ્રી તો પોતાના કાળમાં પોતાથી આવે છે ને પોતાથી જાય છે. છે તો આમ; પણ અજ્ઞાની કહે છે-કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે.
એમ કે કર્મનો (અસાતાનો) ઉદય આવે તો આદમી એકદમ રાંક–ગરીબ થઈ જાય. જયપુરમાં એકવાર એક ૮૦ વરસનો વૃદ્ધ પુરુષ ભીખ માગતાં જોયેલો. જોયો ત્યારે એમ લાગેલું કે આ કોઈ અસલ ભિખારી નથી. પછી પૂછ્યું કે આ કોણ છે? તો ખબર પડી કે એ તો એક મોટા ઝવેરીનો પુત્ર છે. બધું ખલાસ થઈ ગયું એટલે ભીખ માગે છે. હવે એ ભિખારી થઈ ગયો એ કર્મને લઈને થયો છે એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં તો જે સ્થિતિ થઈ છે તે એની પોતાની યોગ્યતાથી થઈ છે, કર્મથી થઈ છે એમ નથી; કર્મ તો નિમિત્તમાત્ર છે.
તો એમ આવે છે ને કેકર્મ રાજા, કર્મ રંક, કર્મ વાળ્યો આડો અંક.
ભાઈ ! એ તો બધાં નિમિત્તનાં કથન બાપુ! તે તે સ્થિતિના કાળે કર્મનો ઉદય નિમિત્ત છે તો નિમિત્તની મુખ્યતાથી કહેવાય કે ‘કર્મે રાજા, કર્મ રંક બાકી કર્મ કાંઈ આપે છે કે હરી લે છે એમ વાસ્તવિક સ્વરૂપ નથી.
તોપણ અજ્ઞાની એમ જ કહે છે કે-કર્મ જ આપે છે, કર્મ જ હરી લે છે, તેથી અમે નિશ્ચય કરીએ છીએ કે-સર્વે જીવો સદાય એકાંતે અકર્તા જ છે. જીવ રાગનો કર્તા છે જ નહિ, રાગનો કર્તા કર્મ જ છે. નિગોદથી માંડીને સર્વ જીવો સદા એકાંતે અકર્તા જ છે, કર્મ જ કર્તા છે. વળી તે આ માન્યતાને આ પ્રમાણે દઢ કરે છે કે
વળી શ્રુતિ (ભગવાનની વાણી, શાસ્ત્ર) પણ એ જ અર્થને કહે છે; કારણ કે, (તે શ્રુતિ) “પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા કરે છે અને સ્ત્રીવેદ નામનું કર્મ પુરુષની અભિલાષા કરે છે.” એ વાક્યથી કર્મને જ કર્મની અભિલાષાના કર્તાપણાના સમર્થન વડે જીવને અબ્રહ્મચર્યના કર્તાપણાનો નિષેધ કરે છે, તથા “જે પરને હણે છે અને જે પરથી હણાય છે તે પરઘાતકર્મ છે” એ વાક્યથી કર્મને જ કર્મના ઘાતનું કર્તાપણું હોવાના સમર્થન વડે જીવને ઘાતના કર્તાપણાનો નિષેધ કરે છે, અને એ રીતે (અબ્રહ્મચર્યના તથા ઘાતના કર્તાપણાના નિષેધ દ્વારા) જીવનું સર્વથા જ અકર્તાપણું જણાવે છે.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com