________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૩ર થી ૩૪૪ ]
| [ ૨૪૯ અહાહા....! જુઓ આ તત્ત્વદષ્ટિ! બ્રહ્મચર્ય પાળવાનો શુભભાવ છે તે ધર્મ નહિ, વળી એ શુભભાવ જડકર્મના મંદ ઉદયને કારણે થયો છે એમ નહિ. તથા બ્રહ્મચર્યનો શુભભાવ છે માટે શરીરથી વિષયની ક્રિયા વિરામ પામી છે એમ પણ નહિ. અહો ! કેવળીના કડાયતીઓ-દિગંબર સંતોએ અલૌકિક વાતો કરી છે. ભાઈ ! આ કોઈ પક્ષની વાત નથી, આ તો જૈનદર્શન અર્થાત્ વસ્તુદર્શનની જાહેરાત છે.
એકવાર ઈસરીમાં ચર્ચા થયેલી. ત્યારે ત્યાગીગણ અને મોટા પંડિતોની રૂબરૂ પોકાર કરીને કહ્યું હતું કે-જીવની પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે પોતાથી થાય છે; તે ભાવનો કર્તા પોતે, કર્મ પોતે અને કરણ પણ પોતે છે. તે ભાવ કર્મથી બીલકુલ થયો નથી. જીવની પર્યાયમાં વિકાર થાય છે તે પોતાના પકારકથી થાય છે, તેનો કર્તા જડકર્મ તો નથી, પણ દ્રવ્ય-ગુણ પણ એના કર્તા નથી.
ત્યારે કોઈ કોઈ તો આ વાત સાંભળીને ભડકી ઉઠયા અને કહેવા લાગ્યા- શું કર્મ વિના જીવને વિકાર થાય? કર્મ વિના જો વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય.
ત્યારે કહ્યું-જીવને પર્યાયમાં વિકાર થાય છે તે પર્યાયનો સ્વભાવ છે અને તે સ્વતંત્ર પોતાના પકારકથી થાય છે, તેમાં કર્મની બીલકુલ અપેક્ષા નથી. કર્મ વિના ન થાય અર્થાત્ કર્મથી થાય છે એ તો અજ્ઞાનીની માન્યતા છે. વળી,
જે કાંઈ અશુભ છે તે બધુંય કર્મ કરે છે, કારણ કે અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે-આ અજ્ઞાનીની દલીલ છે, પણ આ વાત બરાબર નથી, કેમકે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ઇત્યાદિ જે અશુભભાવ છે તે કાર્ય અને કર્મનો તીવ્ર ઉદય તે એનો કર્તા-એમ છે નહિ. કર્મથી વિકાર થાય છે એમ માનવું એ તો સાંખ્યમત છે, કોઈ જૈનો (જૈનાભાસો) આવું માને તો તે પણ મિથ્યાદષ્ટિ જ છે.
અરે ભગવાન! તું અનંત બળનો સ્વામી મહા-બળિયો બળવંત છો ને પ્રભુ! અહાહા..! અનંત અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ તું છો ને! જે ઘડીએ અંદર જાગીને જુએ તે ઘડીએ ખબર પડે કે જે રાગ થાય છે તે પર્યાયધર્મ છે, પર્યાયનું કર્તવ્ય છે, તે મારું (દ્રવ્યનું) કર્તવ્ય નહિ અને જડ કર્મનું પણ નહિ.
હિંસાનો અશુભભાવ થાય તે કર્તા અને સામે પરજીવનો ઘાત થાય તે એનું કાર્ય એમ છે નહિ. જાડી બુદ્ધિવાળાને આ ઝીણું પડે પણ માર્ગ જ આવો છે ત્યાં બીજું શું થાય? ભાઈ ! આ સમજ્યા વિના જ તું અનંતકાળથી ચારગતિમાં રખડી મર્યો છે. આ તો જૈન પરમેશ્વરનો પોકાર છે કે કર્મના તીવ્ર ઉદયના કારણે તને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com