________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૩ર થી ૩૪૪ ]
| [ ૨૪૧ બૌદ્ધમતી તો) [ રૂમ આત્મતત્ત્વ ક્ષશિવમ્ વત્વયિત્વા] આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને [ નિન—મનસ] પોતાના મનમાં [વર્તુ–મોવત્રો: વિમેવું વિધજો] કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે (–અન્ય કર્તા છે અને અન્ય ભોક્તા છે એવું માને છે ); [તરચ વિમોહં] તેના મોહને (અજ્ઞાનને) [વયમ્ વિ–મોર: વ સ્વયમ્] આ ચૈતન્યચમત્કાર જ પોતે [નિત્ય-સમૃત–સોધે.] નિત્યતારૂપ અમૃતના ઓઘ (-સમૂહો ) વડ [ મિષિષ્યન] અભિસિંચન કરતો થકો, [ગપતિ] દૂર કરે છે.
ભાવાર્થ:- ક્ષણિકવાદી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત્ પહેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી એમ માને છે. આચાર્યદેવ કહે છે કે અમે તેને શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે-કે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે. પહેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે “હું પહેલાં હતો તે જ છું; આવું
સ્મરણપૂર્વક પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. અહીં બૌદ્ધમતી કહે છે કે- “જે પહેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું” એવું માનવું તે તો અનાદિ અવિધાથી ભ્રમ છે; એ ભ્રમ મટે ત્યારે તત્ત્વ સિદ્ધ થાય, સમસ્ત કલેશ મટે. તેનો ઉત્તર આપવામાં આવે છે કે-“હે બૌદ્ધ! તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી દલીલ પૂરી થતાં સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે? જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી; તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? * આમ અનેક રીતે વિચારી જોતાં તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી. માટે એમ સમજવું કે આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બન્ને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી; અમે (જૈન) કથંચિત નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે.” ૨૦૬.
ફરી, ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે:
* જો એમ કહેવામાં આવે કે “આત્મા તો નાશ પામે છે પણ તે સંસ્કાર મૂક્તો જાય છે' તો તે પણ
યથાર્થ નથી; આત્મા નાશ પામે તો આધાર વિના સંસ્કાર કેમ રહી શકે ? વળી કદાપિ એક આત્મા સંસ્કાર મૂક્યો જાય, તોપણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય એવો નિયમ ન્યાયસંગત નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com