________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦ ]
ચન રત્નાકર ભાગ-૯ (માલિની) क्षणिकमिदमिहैक: कल्पयित्वात्मतत्त्वं निजमनसि विधत्ते कर्तृभोक्त्रोविभेदम्। अपहरति विमोहं तस्य नित्यामृतौधैः
स्वयमयमभिषिञ्चश्चिच्चमत्कार एव।।२०६ ।। જૈનો પણ [પુરુષ ] આત્માને, [સાંરથ: રૂવ] સાંખ્યમતીઓની જેમ, [વર્તારમ્ માં
સ્પૃશ—] (સર્વથા) અકર્તા ન માનો; [ મે–સવવોથાત્ મધ:] ભેદજ્ઞાન થયા પહેલાં [તું. વિન] તેને [ સા ] નિરન્તર [ વર્તારમ્ નયન્ત] કર્તા માનો, [1] અને [ ઝર્ધ્વ ] ભેદજ્ઞાન થયા પછી [૩દ્ધતિ–વો–થાન–નિયત સ્વયં પ્રત્યક્ષનું ન] ઉદ્ધત *જ્ઞાનધામમાં નિશ્ચિત એવા આ સ્વયં પ્રત્યક્ષ આત્માને [ ચુત-વર્તુમાંવમ્ નં પરનું જ્ઞાતારમ્] કર્તાપણા વિનાનો, અચળ, એક પરમ જ્ઞાતા જ [પશ્યન્ત] દેખો.
ભાવાર્થ- સાંખ્યમતીઓ પુરુષને સર્વથા એકાંતથી અકર્તા, શુદ્ધ ઉદાસીન ચૈતન્યમાત્ર માને છે. આવું માનવાથી પુરુષને સંસારના અભાવનો પ્રસંગ આવે છે; અને જ પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે, તેને સુખદુઃખ આદિનું સંવેદન નથી, તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી. માટે સાંખ્યમતીઓ મિથ્યાદષ્ટિ છે; અને જો જૈનો પણ એવું માને તો તેઓ પણ મિથ્યાષ્ટિ છે. તેથી આચાર્યદવ ઉપદેશ કરે છે કે-સાંખ્યમતીઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો જ્યાં સુધી સ્વપરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો-પોતાનાં ચેતનરૂપ ભાવકર્મોનો-કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું-એ બન્ને ભાવો વિવક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સ્યાદ્વાદ મત જૈનોનો છે; અને વસ્તુસ્વભાવ પણ એવો જ છે, કલ્પના નથી. આવું (સ્યાદ્વાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચયવ્યવહારનો લોપ થાય છે. ૨૦૫.
હવેની ગાથાઓમાં, “કર્તા અન્ય છે અને ભોક્તા અન્ય છે' એવું માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમતીઓને તેમની સર્વથા એકાંત માન્યતામાં દૂષણ બતાવશે અને સ્યાદ્વાદ અનુસાર જે રીતે વસ્તુ સ્વરૂપ અર્થાત્ કર્તાભોક્તાપણું છે તે રીતે કહેશે. તે ગાથાઓની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે:
શ્લોકાર્થઃ- [ રૂદ] આ જગતમાં [g: ] કોઈ એક તો (અર્થાત્ ક્ષણિકવાદી
* જ્ઞાનધામ = જ્ઞાનમંદિર, જ્ઞાનપ્રકાશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com