SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ) Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ (અનુષ્ટ્રમ) वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात्। अन्यः करोति भुंक्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा।। २०७।। શ્લોકાર્થઃ- [વૃતિ–સંશ–મેવત:] નૃત્યશોના અર્થાત્ પર્યાયોના ભેદને લીધે [ અત્યન્ત વૃત્તિમત–ના – ત્વનાત] “વૃત્તિમાન અર્થાત્ દ્રવ્ય અત્યંત (સર્વથા) નાશ પામે છે” એવી કલ્પના દ્વારા [ : રાતિ] “અન્ય કરે છે અને [કન્ય: મું] અન્ય ભોગવે છે' [ રૂતિ વાન્ત: માં વાસ્તુ] એવો એકાંત ન પ્રકાશો. ભાવાર્થ:- દ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને છે કે દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે” . આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી શૂન્યનો પ્રસંગ આવે છે. ૨૦૭. સમયસાર ગાથા ૩૩ર થી ૩૪૪ : મથાળું આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત કર્તા પણ છે-એવા અર્થની ગાથાઓ હવે કહે છે: * ગાથા ૩૩ર થી ૩૪૪: ટીકા ઉપરનું પ્રવચન * (અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છે: ) -કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની (–અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે...' જાઓ, આ અજ્ઞાની પક્ષ કરે છે કે-કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે. અહાહા...! આત્મા તો પરિપૂર્ણ જ્ઞાનસ્વભાવી વસ્તુ છે; પણ પર્યાયમાં એને જે ઓછું જ્ઞાન દેખાય છે તે કર્મના ઉદયને લઈને ઓછું છે એમ અજ્ઞાનીનો પક્ષ છે; કારણ કે જ્ઞાનાવરણ કર્મના ઉદય વિના અજ્ઞાનની અનુપપત્તિ છે-આ એની દલીલ છે. વળી એને જ્ઞાનનો જે વિકાસ થાય છે તે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી થાય છે; જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ વિના જ્ઞાનનો ઉઘાડ નથી-એમ અજ્ઞાની પોતાની દલીલ રજૂ કરે છે. લ્યો, આમ કર્મ જ બધું કરે છે; કર્મ હેરાન કરે છે, કર્મ રખડાવે છે એમ જ્યાં હોય Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy