________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧]
[ ૨૧૩
(શાર્દૂનવિદ્રીડિત)
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्कृतिः । नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।। २०३ ।।
પુદ્દગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મને કરે તો પુદ્દગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તેનું (–ભાવકર્મનું) ફળ ભોગવવાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના અકર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદ્દગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે. માટે એમ સિદ્ધ થયું કે-જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે (અર્થાત્ જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે).
ભાવાર્થ:- ભાવકર્મનો કર્તા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે–૫રમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનાં ભાવનું કર્તા હોય નહિ તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય-એ ૫રમાર્થ છે. અભેદષ્ટિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ર્મ ાર્યત્વાત્ અછૂતં ન] કર્મ (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ. [૬] વળી [તંત્ નીવપ્રત્યો: કયો: કૃતિ: ન] તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, [અજ્ઞાયા: પ્રભૃત્ત: સ્વ-ાર્ય-ન-મુક્–અનુષTMાત્] કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. [yસ્યા: પ્રભૃતે: ન] વળી તે (ભાવકર્મ) એક પ્રકૃતિની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com