SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.A+maDharma.com for updates સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ ] [ ૨૦૭ ચુંબે છે–સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી......' મતલબ કે એક દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યને સ્પર્શતું નથી-આ મૂળ વાત છે. અહાહા....! સર્વજ્ઞ પરમેશ્વર ફરમાવે છે કે-અમે તારા કાંઈ નથી, તું અમારો કાંઈ નથી. અમે પરમેશ્વર અને તું અમારો ભક્ત-એમ છે નહિ; અમે તારા તારણહાર અને તું તરનારો એમ છે નહિ, કેમકે ભિન્ન દ્રવ્યોમાં કર્તૃકર્મઘટના હોતી નથી. હવે કહે છે ભિન્ન વસ્તુઓમાં કર્તાકર્મઘટના હોતી નથી- ‘મુનય: હૈં નના: હૈં' એમ મુનિજનો અને લૌકિક જનો ‘તત્ત્વમ્ અતૃ પશ્યન્તુ’ તત્ત્વને અકર્તા દેખો (–કોઈ કોઈનું કર્તા નથી, પદ્રવ્ય પરનું અકર્તા જ છે-એમ શ્રદ્ધામાં લાવો ). આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એક જ્ઞાનમાત્રવસ્તુ છે. તેને તું રાગનો અને પરનો અકર્તા દેખ–એમ અહીં કહે છે; કેમકે પદ્રવ્ય ૫૨નું અકર્તા જ છે. લ્યો, આ વાસ્તવિક શ્રદ્ધાન છે અને સમકિતીને આવું શ્રદ્ધાન હોય છે. * * * “ જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે”- આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે: * કળશ ૨૦૨ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * : (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ ) ‘વત’અરેરે ! ‘યે તુમમ્ સ્વમાવનિયમ ન લયન્તિ' જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી ‘તે વાળા:' બિચારા, ‘ અજ્ઞાનમગ્નમહસ: ’જેમનું (પુરુષાર્થરૂપ-પરાક્રમરૂપ ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, ‘ર્મ વૃત્તિ’ કર્મને કરે છે...... જુઓ, આચાર્યદેવને પરમાત્મદશા પ્રગટ નથી; પ્રચુર આનંદની દશા પ્રગટી છે, પણ પરમ આનંદદશાની પ્રાપ્તિ થઈ નથી, તેથી જરી વચ્ચે કરુણાનો વિકલ્પ ઉઠયો છે તો ખેદપૂર્વક કહે છે કે અરેરે! જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા કર્મને કરે છે. અહાહા....! પોતે અંદર પૂરણ ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન છે. પરંતુ પોતાની સ્વરૂપસંપદાના સ્વભાવને જેઓ જાણતા નથી તેઓ ‘વરાળા:’ એટલે બિચારા છે, રાંકા છે. અહા! લોકો જેમને શ્રીમંત-લક્ષ્મીવંત માને છે તેમને અહીં બિચારા-રાંકા કહ્યા છે. કેમ ? કેમકે તેઓ પોતાની ચૈતન્યસંપદા ચૈતન્યલક્ષ્મીને જાણતા નથી, અનુભવતા નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008290
Book TitlePravachana Ratnakar 09
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages443
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy