________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ અહાહા..! વસ્તુ-ભગવાન આત્મા-પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વ છે. તેની સન્મુખ થઈને નિરાકુળ આનંદનો જે અનુભવ ન કરે તે મોટો અબજોપતિ શેઠ હોય કે મોટો દેવ હોય–તે હમણાંય ભિખારી જ છે, બિચારો જ છે. પોતાની ચૈતન્યસંપદાને જાણે નહિ અને પર સંપદાને પોતાની કરવા ઝંખે તે “વરાકાઃ' એટલે બિચારા જ છે, કેમકે એ બહારની સંપદા પોતાની ચીજ અનંતકાળેય થાય એમ નથી. એને પોતાની માને એ તો બધી આપદા જ છે. સમજાણું કાંઈ....?
ભાઈ ! આત્મા વસ્તુ છે કે નહિ? વસ્તુ છે તો એનો કોઈ સ્વભાવ હોય કે નહિ? જેમ સાકર વસ્તુનો ગળપણ અને સફેદાઈ સ્વભાવ છે તેમ જ્ઞાન અને આનંદ આત્માનો સ્વભાવ છે અને તે એની સ્વરૂપ સંપદા છે. હવે આવી સ્વરૂપ સંપદાને જાણે નહિ અને પરસંપદાને ઈચ્છે તે જીવો “વરાકા:” એટલે બિચારા છે, રાંકા છે.
એક મોટા દરબાર (રાજવી) એક વાર પ્રવચન સાંભળવા આવેલા, ત્યારે તેમને કહેલું કે-દરબાર- મહિને એક લાખ જોઈએ એમ માને એ નાનો માગણ અને મહિને એક કરોડ જોઈએ એમ માને એ મોટો માગણ; બન્ને માગણ-ભિખારી છે; કેમકે સ્વરૂપ સંપદાના ભાન રહિત બન્નેને પરસંપદાની આશા છે.
અહીં કહે છે-અરેરે ! જે આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા જેમનું પુરુષાર્થરૂપી તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે તેવા કર્મને કરે છે. અહાહા...! આ સંયોગો અને સંયોગીભાવ જે અધ્રુવ અને નાશવંત છે તેને પોતાના માને તે વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી; તેમનું પુરુષાર્થરૂપી તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે. એટલે શું? કે પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં તેમને અનંત પરાક્રમ ઢંકાઈ ગયું છે. અહાહા...! અનંત વીર્યનો સ્વામી ભગવાન આત્મા છે. આત્માનો વીર્યગુણ અનંતા પરાક્રમથી ભરેલો છે. રે! આવા પોતાના સ્વરૂપને જાણતા નથી તેમને તે અનંત પરાક્રમ ઢંકાઈ ગયું છે. અહા ! આવા બિચારા જીવો રાગનેશુભાશુભકર્મને (કર્તા થઈને) કરે છે. અજ્ઞાની જીવો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના રાગને કરે છે.
તો જ્ઞાનીને પણ એવા શુભ પરિણામ તો હોય છે.
હા, હોય છે; પણ જ્ઞાની અને કરતો નથી, કેમકે જ્ઞાની એનો સ્વામી થતો નથી. (જ્ઞાની જ્ઞાનભાવનો સ્વામી છે). જ્યારે અજ્ઞાની રાગ મારું કર્તવ્ય છે એમ એનો કર્તા થઈને કરે છે. હવે કહે છે
‘ત: વ દિ' તેથી “ભાવકર્મ વેતન: ઇવ સ્વયં ભવતિ' ભાવકર્મનો કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com