________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯
(મનુટ્ટમ) नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः।
कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः।। २००।। [ યદ્ધિ નોવશ્વમાનામ] તો લોક અને શ્રમણોનો [q: સિદ્ધાન્ત:] એક સિદ્ધાંત થાય છે, [વિશેષ: ] કાંઈ ફેર [ દશ્યતે] દેખાતો નથી; (કારણ કે) [નો ] લોકના મતમાં [ વિષ્ણુ:] વિષ્ણુ [ રોતિ] કરે છે અને [શ્રમના પિ] શ્રમણોના મતમાં પણ [માત્મા] આત્મા [ વરાતિ] કરે છે (તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). [ā] એ રીતે, [સવેવમનુનીરસુરીનું તોળાન] દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને [ નિત્ય પૂર્વતાં] સદાય કરતા ( અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા [નોર્વશ્રમનાં કુષાર્ કપિ ] તે લોક તેમ જ શ્રમણ-બન્નેનો [ 5: પિ મોક્ષ: ] કોઈ મોક્ષ [ ન દશ્યો] દેખાતો નથી.
ટીકા - જેઓ આત્માને કર્તા જ દેખે છે માને છે, તેઓ લોકોત્તર હોય તોપણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે, લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (-લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે–એમ *અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.
ભાવાર્થ- જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તોપણ લૌકિક જન જેવા જ છે; કારણ કે, લોક ઈશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો-એમ બન્નેની માન્યતા સમાન થઈ. માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?
હવે, “પદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી' –એમ શ્લોકમાં કહે છે:
શ્લોકાર્થ- [પદ્રવ્ય–કાત્મતત્ત્વયો: સર્વ: પિ સન્વન્ધ: નાસ્તિ] પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય ( અર્થાત્ કાંઈ પણ) સંબંધ નથી; [ વર્તુ–મૈત્વ–સન્વન્ધ–કમાવે] એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, [ તત્કૃતી ત:] આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય?
* અપસિદ્ધાંત = ખોટો અથવા ભૂલભરેલો સિદ્ધાંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com