________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૨૧ થી ૩૨૩ ]
[ ૧૯૫ ભાવાર્થ- પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ રીતે હોઈ શકે? ૨OO.
* સમયસાર ગાથા ૩૨૧ થી ૩૨૩: મથાળું હવે આ જ અર્થને ગાથા દ્વારા કહે છે –
* ગાથા ૩ર૧ થી ૩ર૩ઃ ટીકા ઉપરનું પ્રવચન * જેઓ આત્માને કર્તા જ દેખે છે-માને છે, તેઓ લોકોત્તર હોય તો પણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણકે લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (-લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે-એમ અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે.'
ભગવાન આત્મા એક જ્ઞાનસ્વરૂપ છે. જાણવું જાણવું જાણવું-બસ જાણવું એ એનો સ્વભાવ છે. અહા! આવા નિજસ્વભાવને ભૂલીને પુણ્યના ભાવ જે થાય તેનો હું કર્તા અને તે મારું કાર્ય-એમ જે માને છે તે લોકોત્તર એટલે કે શ્રાવક કે મુનિ હોય તોપણ લૌકિકતાને અતિક્રમતો નથી; અર્થાત્ તે પણ લૌકિક જેવો જ છે. કેમ! કેમકે લૌકિકમાં જેમ વિષ્ણુને દેવનારકાદિ જગતના કાર્યોનો કર્તા માને છે તેમ આ (શ્રાવક કે મુનિ) પણ પોતાને રાગાદિ સંસારનો કર્તા માને છે. આ પ્રમાણે અપસિદ્ધાંતની બન્નેને સમાનતા છે. ભાઈ ! પોતાને રાગાદિ કાર્યોનો કર્તા માને તે શ્રાવક-શુલ્લક-એલ્બક કે મુનિ હોય તોપણ તે લૌકિકજનની જેમ મિથ્યાષ્ટિ જ છે.
- પ્રવચનસારની ગાથા ૨૩૬ ની ટીકામાં કહ્યું છે કે “સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાય સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને) વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો હોવાને લીધે જ જીવનિકાયના ઘાતી સર્વતઃ (બધીયે તરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી, તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે. (અર્થાત્ એક્ટ તરફથી જરાય નિવૃત્તિ નથી).”
આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ એક જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવમય છે. રાગને કરવો એ એનો સ્વભાવ નથી. રાગને કરે એવી કોઈ શક્તિ-ગુણ એનામાં નથી. હવે જે એનામાં નથી તે રાગાદિનો પોતાને કર્તા માને તે જીવ મિથ્યાદષ્ટિ છે. અહા ! જૈન નામ ધરાવતો હોય અને બહારમાં જિન આજ્ઞા અનુસાર મહાવ્રતાદિ પાળતો હોય તોપણ પકાયના જીવોનો હું રક્ષક છું અને જીવોની રક્ષા મારું કાર્ય છે એમ જે માને છે તે અન્ય લૌકિકજન જેવો મિથ્યાષ્ટિ છે, તે વાસ્તવિક જૈન નથી. અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ ચૈતન્યપ્રકાશના નૂરનું પૂર છે. તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com