________________
૪ ]
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
[પ્રવચન રત્નાકર ભાગ-૯ न कुतश्चिदप्युत्पन्नो यस्मात्कार्य न तेन स आत्मा । उत्पादयति न किञ्चिदपि कारणमपि तेन न स भवति ।। ३१० ।। कर्म प्रतीत्य कर्ता कर्तारं तथा प्रतीत्य कर्माणि । उत्पद्यन्ते च नियमात्सिद्धिस्तु न दृश्यतेऽन्या।। ३११।। પરિણામોથી [તં નીવમ્ અનીવમ્ વા] તે
[સૂત્રે વર્શિતા: ] સૂત્રમાં દર્શાવ્યા છે, [હૈ: ] જીવ અથવા અજીવને [ અનન્ય વિજ્ઞાનીદિ] અનન્ય જાણ.
[યસ્માત્] કારણ કે [તશ્ચિત્ અપિ] કોઈથી [ત્ત ઉત્પન્નઃ] ઉત્પન્ન થયો નથી [તેન ] તેથી [સ: આત્મા] તે આત્મા [ાર્ય ન] (કોઈનું) કાર્ય નથી, [િિગ્વત્ અવિ] અને કોઈને [ન ઉત્પાવયતિ] ઉપજાવતો નથી [ તેન ] તેથી [સ: ] તે [ાર્ળમ્ અવિ] (કોઈનું ) કારણ પણ [ન ભવત્તિ ] નથી.
[નિયમાત્] નિયમથી [ર્મ પ્રતીત્ય] કર્મના આશ્રર્ય (-કર્મને અવલંબીને ) [ર્તા] કર્તા હોય છે; [તથા ચ તેમ જ [ર્તાર પ્રીત્ય] કર્તાના આશ્રયે [ ગિ ઉત્પદ્યન્તે] કર્મો ઉત્પન્ન થાય છે; [અન્યા તુ] બીજી કોઈ રીતે [ સિદ્ધિ: ] કર્તાકર્મની સિદ્ધિ [ન દશ્યતે] જોવામાં આવતી નથી.
ટીકા:- પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી; કારણ કે જેમ ( કંકણ આદિ પરિણામોથી ઊપજતા એવા ) સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે. આમ જીવ પોતાના પરિણામોથી ઊપજતો હોવા છતાં તેને અજીવની સાથે કાર્યકા૨ણભાવ સિદ્ધ થતો નથી, કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્યઉત્પાદકભાવનો અભાવ છે; તે (કાર્યકારણભાવ ) નહિ સિદ્ધ થતાં, અજીવને જીવનું કર્મપણું સિદ્ધ થતું નથી; અને તે (–અજીવને જીવનું કર્મપણું) નહિ સિદ્ધ થતાં, કર્તાકર્મની અન્યનિરપેક્ષપણે (–અન્યદ્રવ્યથી નિરપેક્ષપણે, સ્વદ્રવ્યમાં જ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવનું કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે.
ભાવાર્થ:- સર્વ દ્રવ્યોના પરિણામ જુદા જુદા છે. પોતપોતાના પરિણામોના, સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી. માટે જીવ પોતાના પરિણામનો જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનું જ કર્તા છે, પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com