________________
Version 001: remember to check http://www.A+maDharma.com for updates
સમયસાર ગાથા ૩૨૦ ]
[ ૧૦૭
એનાથી શૂન્ય છે. ત્રિકાળીમાં-ધ્રુવમાં બંધ-મોક્ષ નથી. આવી વાત ! અહો! આ તો ચમત્કારી ગાથા અને ચમત્કારી ટીકા છે.
એક વાર એક ભાઈ એમ કહેતા હતા કે–તમે જે અરિહંતનું અને સિદ્ધનું ધ્યાન ધરો છો તે જૂઠું છે કેમકે અરિહંત અને સિદ્ધ અહીં છે નહિ.
અરે ભાઈ ! તું સાંભળ તો ખરો પ્રભુ! જે અદ્ભુતદશા અને સિદ્ધદશા પ્રગટ થવાની છે તે અંદ૨માં શક્તિપણે પડી છે. તેનું જે ધ્યાન કરે છે તે અદ્વૈતનું અને સિદ્ધનું ધ્યાન કરે છે. શું કીધું ? કેવળીને જે કેવળજ્ઞાન આદિ અનંતચતુષ્ટય પ્રગટ થયાં તે અંદર શક્તિમાં છે. તેથી તો કહ્યું કે ‘સિદ્ધ સમાન સદા પદ મેરો.' બાપુ! ભગવાન આત્મા, જેને પૂરણ નિર્મળ વીતરાગી દશા પ્રગટ થાય એવો અંદર વીતરાગી અનંત શક્તિનોસ્વભાવનો પિંડ છે. ભાઈ! આ ૫૨મ સત્યની પ્રસિદ્ધિ છે. અહા ! ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવના આશ્રયે નિર્મળ વીતરાગી પરિણતિ પ્રગટ થાય છે તે અપેક્ષાએ (આશ્રય અપેક્ષાએ ) તેને મોક્ષ અને મોક્ષમાર્ગનું કારણ ભલે કહો, પણ શુદ્ઘ દ્રવ્યાર્થિકનયે તેમાં બંધ–મોક્ષ નથી અર્થાત્ શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય બંધ-મોક્ષનું કર્તા નથી, ઝીણી વાત ભાઈ !
ત્યારે કોઈ પંડિત વળી એમ કહે છે કે-પરિણામ અશુદ્ધ હોય ત્યાં દ્રવ્ય અશુદ્ધ થઈ
ગયું.
અરે પ્રભુ! તું શું કહે છે આ ? આ કાળના સાધારણ બુદ્ધિવાળા જીવોને કાંઈ ખબર ન પડે એટલે ‘હા જી હા' ભણે, પણ બાપુ! આત્માની એક સમયની પર્યાયમાં બંધના અશુદ્ધભાવ છે માટે દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એમ છે નહિ. પર્યાયની અશુદ્ધતાના કાળમાં પણ અંદર ત્રિકાળી દ્રવ્ય એવું ને એવું શુદ્ધ ચૈતન્યનું દળ છે. તેમાં અશુદ્ધતા નામ બંધની પર્યાયનું પ્રવેશવું તો નથી, તેમાં શુદ્ધતારૂપ મોક્ષની પર્યાયનો પણ પ્રવેશ નથી. અહાહા...! ત્રિકાળી શુદ્ધ ચૈતન્યદ્રવ્ય તો બંધ-મોક્ષના કારણ અને પરિણામથી રહિત છે. હવે આવી વાત કોઈને એકાંત લાગે પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. આ તો મહામુનિવર દિગંબર સંત શ્રી જયસેનાચાર્યદેવનું કથન છે. અહાહા..! અંતરમાં જેમને રાગરહિત વીતરાગ દશા હતી અને બહારમાં જેમને વસ્ત્રરહિત નગ્ન દશા હતી ને જેમને
અતીન્દ્રિય આનંદનું પ્રચુર સંવેદન હતું તે મુનિરાજ આ કહે છે કે-અમારી આ જે મુનિપણાની–મોક્ષમાર્ગની દશા છે તેને ધ્રુવ કરતું નથી, તે ધ્રુવમાં નથી.
અહા! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. અહાહા..! તે અનંત શક્તિઓનો એક પિંડ છે. તેની એક એક શક્તિ પૂરણ શુદ્ધ છે. જે શક્તિ શુદ્ધ છે તે અશુદ્ધતાને કેમ કરે? ન કરે; અશુદ્ધતાને તો ન કરે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com