________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ હવે આવી વાત બીજે ક્યાં છે? એક દિગંબરમાં છે. પણ તેમાંય (દિગંબર સંપ્રદાયમાંય) અત્યારે આ વાત આ રીતે ચાલતી નથી; ઘણો ફેરફાર છે. અહા ! સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનની જે દશા થઈ તેનો વિષય જે ધ્રુવ દશાવાન તેમાં, કહે છે, પલટતી બંધ-મોક્ષની દશાઓનો અભાવ છે. બંધ-મોક્ષના પરિણામ તો ઉત્પાદ-વ્યયરૂપ પલટતા પરિણામ છે તેનો ધ્રુવમાં અભાવ છે. ઉત્પાદ્દિવ્યયધ્રોવ્યયુ$ સત્' - એમ આવે છે ને? તેમાં ધ્રુવ જે ત્રિકાળી સત્ છે તેમાં ઉત્પાદ-વ્યયનો અભાવ છે અર્થાત્ ધ્રુવ ઉત્પાદ-વ્યયને (પલટતી પર્યાયને) કરતું નથી એમ કહે છે. બાપુ! ભગવાનના મારગડા જાદા છે ભાઈ !
મોક્ષમહલકી પરથમ સીઢી અહાહા...! આવું સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે; અને મુનિપણાની તો શી વાત! ત્રણ કષાયના અભાવ સહિત જેને અંતરમાં પ્રચુર આનંદનો સ્વાદ અનુભવ છે અને બહારમાં જેને વસ્ત્રનો એક ધાગોય નથી, જંગલમાં જેનો વાસ હોય છે. અહા ! એ દિગંબર સંતોની શી વાત કરવી? છઠ્ઠું-સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મોક્ષમાર્ગ મુનિવરોની દશા મહા અલૌકિક હોય છે. બાપુ! મુનિ એ તો સાક્ષાત્ ધર્મ-મોક્ષમાર્ગનું સ્વરૂપ છે. અહીં કહે છે–એ મોક્ષમાર્ગની દશાને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કરતું નથી. લ્યો, આવી કોઈ ભાગ્યશાળી હોય એને રુચે એવી વાત છે. (ભગવાન! તું રુચિ તો કર એમ કહેવું છે.)
આત્મા એક જ્ઞાયકભાવરૂપ શુદ્ધ દ્રવ્યાર્થિકનયે શુદ્ધ પારિણામિક પરમસ્વભાવભાવરૂપ છે. આવા પરમસ્વભાવભાવની ભાવનાથી મોક્ષમાર્ગ પ્રગટે છે. આ ભાવનારૂપ મોક્ષમાર્ગ તે પર્યાય છે. બંધ-મોક્ષની પલટના તે પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં નહિ. ધ્રુવ દ્રવ્ય છે તે બંધ-મોક્ષની પર્યાયરૂપ થતું નથી. પર્યાયનો કર્તા પર્યાયધર્મ છે. પર્યાય છે ખરી, પણ તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ નથી. દ્રવ્યદૃષ્ટિનો તે વિષય નથી. અર્થાત, દ્રવ્યને દેખનારી દષ્ટિમાં પર્યાય ગૌણ છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયે જીવદ્રવ્ય બંધ-મોક્ષના કારણ ને પરિણામથી રહિત છે.
બંધ ને મોક્ષનાં કારણ તે બન્ને પર્યાયરૂપ છે. જીવના અશુદ્ધ પરિણામ તે બંધનું કારણ છે અને શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે. આ પરિણામ તે પર્યાયરૂપ છે. ત્યાં પદ્રવ્ય તો બંધ-મોક્ષનું કારણ નથી, શુદ્ધ દ્રવ્યરૂપ પારિણામિક પરમભાવ પણ બંધમોક્ષનું કારણ નથી, જો તે પોતે (ધ્રુવ દ્રવ્યભાવ) બંધનું કારણ હોય તો ત્રિકાળ બંધ જ થયા કરે; જો તે મોક્ષનું કારણ હોય તો ત્રિકાળ મોક્ષ હોય. અથવા પરિણામિક ભાવ પોતે સર્વથા પર્યાયરૂપ થઈ જાય તો પર્યાયની સાથે તે પણ નાશ પામી જાય. આમ આ ન્યાયથી સિદ્ધ થયું કે બંધ-મોક્ષના પરિણામ અને તેનાં કારણ પર્યાયમાં છે પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય શુદ્ધ એક પરમભાવસ્વરૂપ વસ્તુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com