________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૯ શુદ્ધતાના ઉત્પાદનેય એ ન કરે એમ કહે છે; કેમકે ઉત્પાદરૂપ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું સુદ્ધાં નથી.
જુઓ, સમયસારની ૪૯મી ગાથાની ટીકામાં અવ્યક્તના છ બોલ છે, તેના પાંચમા બોલમાં આવે છે કે-“વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.” વ્યક્ત જે પર્યાય તે અવ્યક્ત દ્રવ્યને સ્પર્શતી નથી અને અવ્યક્ત દ્રવ્ય છે તે વ્યક્ત પર્યાયને
સ્પર્શતું નથી. શું કીધું? વ્યક્ત એટલે પ્રગટ પર્યાય અને અવ્યક્ત એટલે ધ્રુવ દ્રવ્ય બન્નેને એક સાથે જાણવા છતાં તે વ્યક્તને સ્પર્શતું નથી. દ્રવ્ય ધ્રુવ છે તે મોક્ષ માર્ગની પર્યાયને અડતું નથી. લ્યો, આવી વાત!
પ્રવચનસારની ગાથી ૧૭ર માં અલિંગગ્રહણના વીસ બોલ છે, તેમાં છેલ્લા બોલમાં કહ્યું છે કે “લિંગ એટલે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય તે જેને નથી તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.” અહાહા..! આત્મા શુદ્ધ પર્યાય છે તે ધ્રુવને સ્પર્શતી નથી. પર્યાય અને દ્રવ્ય બે ચીજ છે તે બન્ને અતિરૂપ છે. વાચકના વાચ્ય બે છે તે બેપણે રહેવા જોઈએ, ત્યાં એ (ધ્રુવ) આને (પર્યાયને) કેમ કરે ? અને આ (પર્યાય) અને (ધ્રુવને) કેમ કરે? બન્ને પોતપોતામાં સત્ છે ને પ્રભુ! ભાઈ ! આ સમજીને અંદરમાં (શુદ્ધ અંત:તત્ત્વમાં) રુચિ કરવા જેવું છે. બાકી અંતરની રુચિ-સમ્યગ્દર્શન વિના વ્રત, તપ આદિ બહારનાં આચરણ કરે પણ એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે. સમજાણું કાંઈ...?
અહા! જે ધ્રુવ છે એ તો સદા એકરૂપ સદેશ છે અને ઉત્પાદ-વ્યય વિસદેશ છે. શું કીધું? ધ્રુવ એક પરમભાવ-જ્ઞાયકભાવ ત્રિકાળી એકરૂપ સદેશ ચીજ છે ને ઉત્પાદવ્યય તો ભાવ-અભાવરૂપ વિસદેશ છે. હવે જે સદેશ છે તે વિસદેશને કેમ કરે? જે સ્પર્શતો નથી તે સંદેશ ત્રિકાળી ધ્રુવ વિસદશ પર્યાયને કેવી રીતે કરે? “પરિણામ પરિણામમાં રહી ગયા, હું તો ભિન્ન વસ્તુ છું” એમ સોગાનીજીએ દ્રવ્યદષ્ટિ પ્રકાશમાં કહ્યું છે ને? લ્યો, એ આ વાત છે. મારગડા તારા જુદા છે પ્રભુ! તારે ધર્મ કરવો છે ને? તો કહે છે-ધર્મની પર્યાયને પર તો ના કરે, પણ તારું ધ્રુવેય ના કરે. અહાહા...! રાગ તો ધર્મ પર્યાયને ના કરે, શુભરાગ કર્તા ને ધર્મની–મોક્ષમાર્ગની પર્યાય તેનું કાર્ય એમ તો છે નહિ, પણ ધ્રુવ દ્રવ્ય કર્તા અને પર્યાય એનું કાર્ય એમેય નથી. અહો ! પર્યાય-પર્યાય સ્વતંત્ર સત્ છે. આમાં તો ગજબની વાત છે ભાઈ !
આ બધા પૈસાવાળા ધૂળમાં (પૈસામાં) ગુંચવાઈ ગયા છે તેમને હવે આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com