________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૫૩ ]
[ ૭૯ પર મને સુખી-દુ:ખી કરે-એવો અધ્યવસાય તેને હોતો નથી. તેથી અહીં કહ્યું કે જેને એ અધ્યવસાય નથી તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.
પરમાણુમાં પણ પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે તે તેની જન્મક્ષણ છે. પ્રવચનસાર અધિકારમાં ગાથા ૧૦૨ માં આ વાત આવે છે. ત્યાં એમ લીધું છે કે જગતમાં જીવ-અજીવ જેટલા ય (દ્રવ્યો) છે તેની જે તે સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે તેની જન્મક્ષણ છે; તેની ઉત્પત્તિનો કાળ છે, પરને લઈને તે થાય છે એમ નથી. અહાહા....! પૂર્વની પર્યાયને લઈને તો નહિ, પણ એના દ્રવ્ય-ગુણને લઈને પણ નહિ. તો પછી પરને લઈને થાય છે એ તો વાત જ ક્યાં રહે છે?
જગતમાં આત્મા ને પર-એમ છ દ્રવ્યો જાતિ અપેક્ષાએ ભગવાને જોયાં છે. તેઓ સંખ્યાએ અનંત છે-જીવ અનંત, પુદ્ગલો અનંતાનંત, એક ધર્મ, એક અધર્મ, એક આકાશ અને અસંખ્યાત કાલાણ. તે અનંત દ્રવ્યોનો જે સમયે જે પર્યાય થાય તે તેની જન્મક્ષણ છે, તે તેની ઉત્પત્તિનો કાળ છે; એને બીજો કોઈ ઉપજાવે એમ ત્રણ કાળમાં બનતું નથી. આ રજકણોને આમ જવાનો ઉત્પત્તિકાળ છે તેથી આમ જાય છે; હવે એમાં બીજો કહે કે હું આહાર-પાણી-ઓષધ દઉં છું તો તેનો તે અભિપ્રાય જૂઠો છે, મિથ્યાત્વ છે. આવી વ્યાખ્યા ઝીણી પડે ને આકરી લાગે પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ એવું છે. કદી સાંભળવા મળ્યું ન હોય એટલે રાડો પાડ કે એકાન્ત છે, એકાન્ત છે; પણ ભાઈ ! આ સમ્યફ એકાંત છે.
* ગાથા ૨૫૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
હું પર જીવોને સુખી-દુ:ખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે-એમ માનવું તે અજ્ઞાન છે.' અહા ! આવી માન્યતા સંસારમાં રખડવાના કારણરૂપ મિથ્યાત્વ છે.
પંચાસ્તિકાય ગાથા ૧૩૭ માં આવે છે કે- જન્માર્ણવમાં રખડતા પ્રાણીઓને ભૂખતરસ આદિથી પીડિત દેખીને, અરે ! આ મિથ્યાત્વને લઈને ભવાર્ણવમાં રખડે છે!—એમ જ્ઞાનીને ખેદ થાય છે. ત્યાં ભૂખ-તરસ આદિનો ઉપચાર કરવા જ્ઞાની અધીર થઈ પ્રવૃત થતા નથી કેમકે તે જાણે છે કે બહારની પરની ક્રિયા પોતાને આધીન નથી, પોતાના અધિકારમાં નથી. જ્યારે અજ્ઞાની, હું આમ કરી દઉં ને તેમ કરી દઉં-એમ અજ્ઞાનમય ઇચ્છા વડે આકુલિત થાય છે. પર દ્રવ્યની ક્રિયા હું કરું એમ અજ્ઞાની માને છે ને? તેથી તે આકુલિત થાય છે.
પ્રવચનસાર ગાથા ૮૫ માં અજ્ઞાનના ત્રણ બોલ લીધા છે. જુઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com