________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૪૨ થી ૨૪૬ ]
[ ૪૩ તોપણ જ્ઞાનીઓને નિરર્ગલ પ્રમાદસહિત પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું. જીવોનો ઘાત થયો તો થયો-એમ પ્રમાદસહિત વિષય-કષાયમાં સ્વચ્છંદપણે પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું. કેમ? તો કહે છે
‘સા નિરના વ્યાવૃતિ: નિ ત–સયતનમ્ વ' કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. રાગની રુચિપૂર્વક કામ-ભોગ લેવો તે બંધનું જ ઠેકાણું છે. અહા! બુદ્ધિપૂર્વક વિષય-કષાયોમાં નિરંકુશ આચરણ એ બંધનું જ સ્થાન છે. પરઘાત વગેરેથી મને બંધ નથી એવી યુક્તિ બતાવીને સ્વચ્છેદે આચરણ તો મિથ્યાષ્ટિને જ હોય છે અને તેને અવશ્ય બંધ થાય છે.
‘જ્ઞાનિનાં ગામ–ત–ર્મ તત્ સવારણ મતમ્' જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી.
શું કહ્યું? કે જેને ઇચ્છા નથી, રાગની રુચિ નથી એવા ધર્મી જીવને નિરભિલાષ કર્મ હોય છે તે બંધનું કારણ નથી. જુઓ નોઆખલીમાં (નોઆખલી પૂર્વબંગાળનું ગામ છે) લોકોએ કાળો કેર વર્તાવ્યો હતો. મા-દીકરાને ને ભાઈ–બહેનને નાગા કરી ભેગા કરે એવો જુલ્મ! એ વખતે બેયને થાય કે અરરર! ધરતી માર્ગ આપે તો અંદર સમાઈ જઈએ. એમાં પ્રેમ છે જરાય! જરાય નથી. તેમ જ્ઞાનીને રાગમાં આવવું ઝેર જેવું લાગે છે; રાગનો ભેટો કરવો એને ઝેર સમાન ભાસે છે. તે અંદરમાં રાગનો ભેટો (એકપણું ) કરતો જ નથી. તેથી તેને રાગની રુચિ વગર જે યોગ આદિ ક્રિયા થાય છે તે બંધનું કારણ કહ્યું નથી. એ જ દઢ કરે છે
કેમકે “નાનાતિ રોતિ'—જાણે પણ છે અને (કર્મને) કરે પણ છે “યં !િ ન વિરુધ્યતે' એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.)
જાણે પણ છે અર્થાત આનંદને અનુભવે છે અને વળી સાથે રાગાદિને કરે છે–એમ બે ક્રિયા એકમાં એક સાથે કેમ હોય? આત્મા એક સાથે બે ક્રિયા કેમ કરે? ન જ કરે. જે જાણે છે તે જાણે જ છે, કરતો નથી. સમજાણું કાંઈ? બાપા! આ તો વીતરાગનો મારગ ! અંતરની ચીજ પ્રભુ! એમાં ખાલી વિદ્વતા ન ચાલે.
બહારની ક્રિયા-એ મન-વચન-કાયના યોગની ક્રિયા, રાગની ક્રિયા, હણવાની ક્રિયા વગેરે પોતાની ચૈતન્યસત્તામાં કયાં છે? પોતાની સત્તામાં રાગ જ નથી ત્યાં બીજી યોગ કે હણવા આદિની ક્રિયા તેમાં કયાંથી આવી? અહા! જૈન પરમેશ્વર સર્વજ્ઞદેવે કહેલો આવો મારગ મહા અલૌકિક ભાઈ !
જેની એક સમયની પર્યાયમાં એકી સાથે લોકાલોક સહિત અનંતા કેવળીઓ જણાય તે સર્વજ્ઞ શું છે ભાઈ ? બાપુ! જગતમાં આવા સર્વજ્ઞની સત્તા છે અને એવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com