________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
વન રત્નાકર ભાગ-૮
જ સર્વજ્ઞસ્વભાવ દરેક જીવનો છે. અહાહા..! ભગવાન આત્મા સર્વજ્ઞ થાય એવો જ એનો સ્વભાવ છે, અલ્પજ્ઞ રહે ને વિપરીતપણે રહે એવો એનો સ્વભાવ જ નથી .
અહીં કહે છે-કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે. આને મારું, આને સુખી કરું, આને દુઃખી કરું, આને જિવાડું વગેરે ભાવ અને વળી હું જ્ઞાતા-દષ્ટા છું એમ બેય ભાવ એક સાથે કેમ રહી શકે? એ તો વિરુદ્ધ છે. જાણે તે કરે નહિ અને કરે તે જાણે નહિ. લ્યો, આવી વાત છે.
* કળશ ૧૬૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષધી છે; બાહ્યવ્યવહાર પ્રવૃત્તિ રાગાદિ પરિણામને-બંધના કારણને-નિમિત્તભૂત છે; તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો.'
શું કહ્યું ? કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિ વખતે બંધ થતો જ નથી એમ સર્વથા ન માનવું; કેમકે બાહ્યપ્રવૃત્તિ, રાગાદિ પરિણામ જે નિશ્ચય બંધનું કારણ છે તેને નિમિત્તભૂત છે. એટલે અજ્ઞાનીને તે વ્યવહારથી બંધનું કારણ છે; કેમકે તેને રાગાદિ હયાત છે.
“જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક વાંછા વિના-પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વચ્છેદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદારહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે.'
જુઓ, ધર્મી પુરુષો અવાંછક હોય છે. તેમને રાગની રુચિ વિના જે બાહ્યવ્યવહારપ્રવૃત્તિ થાય છે તે બંધનું કારણ થતી નથી. તેથી કાંઈ તેમને સ્વચ્છેદે પ્રવર્તવાનું કહ્યું નથી શું કહ્યું? ગમે તેમ ખાઓ, પીઓ ને કામ-ભોગમાં પ્રવર્તી એમ નિરંકુશ પ્રવર્તન કરવાનું કહ્યું નથી. ધર્મીને તો જે ક્રિયા થાય છે તેનો તે જાણનાર રહે છે અને તેથી તેને એ ક્રિયાથી બંધ નથી. પણ સમકિતીના નામે કોઈ ગમે તેમ સ્વચ્છંદપણે વિષય-કષાયમાં પ્રવર્તે તેને તો તે પ્રવર્તન-આચરણ બંધનું જ ઠેકાણું છે, કેમકે બંધનું કારણ જે રાગાદિ તેના સદ્ભાવ વિના નિરંકુશ પ્રવર્તન હોતું નથી.
“જાણવામાં ને કરવામાં તો પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે.”
પરની ક્રિયા થાય એનો જાણનાર રહેવું અને એ ક્રિયા હું કરું છું એમ તેનો કર્તા થવું એ બને તદ્દન વિરુદ્ધ છે; તેથી એક સાથે જ્ઞાતાપણું ને કર્તાપણું સંભવી શકતું નથી. જ્ઞાતા રહે તે કર્તા નથી અને કર્તા થાય તે જ્ઞાતા નથી. ત્યાં જ્ઞાતા રહે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com