________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩OO ]
[ ૪૬૫ જીવ પ્રત્યેક અનંતા દુ:ખને અનુભવે છે, જ્યારે સિદ્ધ ભગવંતો અનંત સુખને ભોગવે છે. આમ પરક્ષેત્રની સાથે, આત્માના ધર્મને કાંઈ સંબંધ નથી. સમજાણું કાંઈ...?
હવે કહે છે –“આવું જાણતો થકો (તે પુરુષ) પરભાવોને “આ મારા છે” –એમ કેમ કહે? (ન જ કહે )'
જાઓ, “કેમ કહે? ' – એ તો ભાષા લીધી છે. એનો અર્થ એ કે તે પરભાવોને આ મારા છે' –એમ કેમ માને? જેણે રાગથી ભિન્ન શુદ્ધ ચેતનામાત્ર ભગવાન આત્માને અનુભવ્યો તે જ્ઞાની પુરુષ વ્યવહારના રાગને પોતાનો કેમ માને ? ન જ માને. કેમ? તો કહે છે –
કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી અસ્વામિસંબંધનો અસંભવ છે? શું કહ્યું એ? શુદ્ધ ચેતના સ્વભાવ તે પોતાનું સ્વ અને પોતે-આત્મા તેનો સ્વામી એમ સ્વસ્વામિસંબંધ છે, પણ રાગ પોતાનું સ્વ ને આત્મા તેનો સ્વામી-એમ નથી. પરભાવોનો સ્વામી પર છે, આત્મા નથી. હવે જેની સાથે સ્વસ્વામિસંબંધ નથી તેને ( રાગને) જ્ઞાની પોતાના કેમ માને? ન જ માને-એમ કહે છે.
સમયસાર પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાં છેલ્લી “સ્વામિસંબંધ” શક્તિ છે. જે શક્તિના કારણે પોતાનાં દ્રવ્ય-ગુણ ને નિર્મળ પર્યાય પોતાનું સ્વ છે અને પોતે આત્મા તેનો સ્વામી છે એવી “સ્વસ્વામિસંબંધ' શક્તિ છે. પણ વિકાર પોતાનું સ્વ અને પોતે વિકારનો સ્વામી એવો સ્વસ્વામિસંબંધ નથી. વિકારનો સ્વામી થાય એવી આત્માની કોઈ શક્તિ નથી.
ધર્મી પુરુષ આ સ્ત્રી-પુત્ર આદિ મારાં છે એમ કદીય માનતા નથી, કેમકે પર દ્રવ્ય ને પરભાવ સાથે આત્માને સ્વસ્વામીસંબંધ હોવો અસંભવ છે. અરે ! લોકો તો આ મારા ભગવાન ને મારા ગુરુ ને મારાં શાસ્ત્ર એમ કહે છે; પરંતુ ભાઈ ! પરવસ્તુને પોતાની માનવી એ તો સ્થળ અજ્ઞાન છે, કેમકે આત્મામાં પર ચીજનો ત્રણેકાળ અભાવ છે. પોતાને અને પરને સ્વસ્વામિસંબંધ હોવાનો સદાકાળ અસંભવ છે.
- બાપુ! આ શરીરની ક્રિયા મારી ને બોલાય તે વાણી મારી એ તો ક્યાંય દૂર રહ્યું, કેમકે એ તો પ્રગટ પર છે; અહીં કહે છે- અંદરમાં જે આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ ઉત્પન્ન થાય છે તે પણ પર છે. વ્યવહારરત્નત્રયના વિકલ્પ પર છે. આ પરલક્ષી શાસ્ત્રભણતરનું જ્ઞાન છે તે પણ પર છે, એ નિજ સ્વભાવ નથી. બનારસીદાસની
પરમાર્થ વચનિકા” માં આવે છે કે – પરસતાવલંબી જ્ઞાન છે તે પોતાની ચીજ નથી કેમકે પરસત્તાવલંબી જ્ઞાન મારું સ્વ ને હું એનો સ્વામી એવા સંબંધનો અસંભવ છે. જે પર છે એનો સ્વામી આત્મા કદીય નથી. લ્યો, હવે આવું છે ત્યાં પરથી પોતાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com