________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૪ ]
ચન રત્નાકર ભાગ-૮ ભેગું થઈ જાય છે. આનું નામ ભેદવિજ્ઞાન ને ધર્મ છે. ભાઈ ! ધર્મ કરનારે આવું ભેદવિજ્ઞાન પ્રથમ કરવું પડશે. ત્યારે જ તે ધર્મ અર્થાત્ જ્ઞાની થાય છે. અહા ! પરનું લક્ષ મટાડી પ્રજ્ઞા વડે ચૈતન્યલક્ષણ આત્માને ગ્રહણ કરવાથી અર્થાત્ આત્માનુભવ કરવાથી તે જ્ઞાની-ધર્મી થાય છે.
હવે આવો ધર્મી પુરુષ ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે. જાણવાદેખવારૂપ જે ચેતના સ્વભાવ છે તે મારો છે એમ ધર્મી જાણે છે; અને ચેતનારહિત બાકીના સર્વ ભાવોને તે બીજાના-પારકા જાણે છે. શું કીધું? આ વ્યવહારરત્નત્રયનો ભાવ પણ પારકો છે એમ ધર્મી જાણે છે. આ કઠણ પડ પણ આ વસ્તુસ્થિતિ છે. એક બાજુ પોતે આત્મા સ્વ અને બીજી બાજુ સર્વ રાગાદિ પર છે. ધર્મીને તો “હું ચેતનામાત્ર આત્મા છું' –એમ એના અનુભવ ને પ્રતીતિમાં આવ્યું છે. સમજાણું કાંઈ....?
જુઓ, શુભરાગનો જે વિકલ્પ ઉઠે છે તે જ ક્ષેત્ર ને તે જ કાળમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. એની ઉત્પત્તિ આ રીતે થવા છતાં પ્રજ્ઞાછીણી વડે ધર્મી બન્નેને ભિન્ન પાડે છે: પોતાને જાણવા-દેખવાના સ્વભાવવાળો ચિન્મય આત્મા જાણે છે અને રાગાદિ ભાવ છે તે પર છે, મારી ચીજ નથી-એમ જાણે છે.
અહાહા...! અનંત શક્તિઓ–ગુણ જેમાં વસેલા છે તે અભેદ એક ચેતનામાત્ર વસ્તુ ભગવાન આત્મા છે. અહા! આવા પોતાના સ્વરૂપનો જે, રાગથી ભિન્ન પડી, અનુભવ કરે છે તે જ્ઞાની-ધર્મી છે. તે ધર્મી જીવ શુદ્ધ એક ચિત્માત્ર ભાવને સ્વપણે અનુભવે છે અને બાકીના ભાવોને તે પર જાણે છે. લ્યો, આ ધર્મી ને આવો ધર્મ!
કોઈ વ્રત, ભક્તિ, ઉપવાસ કે સમ્મદશિખર આદિની જાત્રા કરે એટલે એ ધર્મી એમ નહિ, અંદર સ્વસ્વરૂપને અનુભવે ને પરને પર જાણે તે ધર્મી છે. તો કેટલાક વળી કહે છે
એક વાર વદે જો કોઈ, તાકે નરક-પશુગતિ નહિ હોઈ, -એમ પૂજામાં આવે છે. ને?
ભાઈ ! એ તો વિશેષ શુભભાવ હોય તો નરક અને પશુમાં ન જાય. પરંતુ એમાં શું વળ્યું? એમાં ભવનો અંત ક્યાં આવ્યો? વળી કોઈ તો એમ કહે છે કે
સમ્મદશિખરમાં જે વનસ્પતિ થાય છે તે પણ પરિતસંસારી-હળુકર્મી હોય છે.
અરે ભાઈ ! ક્ષેત્રની સાથે શું સંબંધ છે? જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં એના પેટમાં (-ક્ષેત્રમાં) અનંતકાળે કદી મોક્ષ નહિ જવાવાળા જીવો પણ હોય છે. જે મુક્તિશિલા પર ભગવાન સિદ્ધ બિરાજે છે ત્યાં જ ( એ જ ક્ષેત્રે) બીજા અનંત નિગોદના જીવ પણ છે. બધાનું ક્ષેત્ર એક હોવા છતાં ભાવે દરેકને ભિન્નતા છે. નિગોદના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com