________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૬ ]
ચન રત્નાકર ભાગ-૮ લાભ થાય એ વાત ક્યાં રહી? બાપુ! જેની સાથે સ્વસ્વામિસંબંધ નથી એનાથી લાભ થાય એ માન્યતા જ મિથ્યાત્વ છે.
લોકોને બિચારાઓને બધું બહારનું થોથેથોથાં મળ્યું છે. સ્થાનકવાસીઓમાં તો તપ કરો ને વ્રત કરો એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. બિચારાઓને ખબર નથી કે કર્તાબુદ્ધિએ રાગને કરવો એ મિથ્યાત્વનું મહાપાપ છે. વળી શ્વેતાંબરમાં ભગવાનની ભક્તિ કરો ને ગિરનાર ને સન્મેદશિખરની જાત્રા કરો એટલે થઈ ગયો ધર્મ એમ કહે છે. પણ ભાઈ ! રાગમાં ધર્મ માનવો એ જ મિથ્યાત્વ છે. અહીં દિગંબરમાં (દિગંબર સંપ્રદાયમાં )
સ્ત્રી-કુટુંબ છોડો, વસ્ત્ર છોડો ને નગ્ન થઈ જાઓ એટલે ધર્મ થઈ જશે એમ કહે છે; પણ પરનું આત્માને ગ્રહણ-ત્યાગ માનવું એ મિથ્યાત્વ છે. કેમકે પરનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં છે નહિ. ભગવાન આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. અહા ! ધર્મનું સ્વરૂપ બહુ ઊંડું સૂક્ષ્મ છે ભાઈ !
હવે આ સાંભળીને કોઈને અંદર વિરોધ-રોષ થાય તો શું કરીએ? તેના પ્રતિ સમભાવ જ ધરીએ. તેના પ્રતિ વૈષ કે વૈર-વિરોધ ન હોય, કેમકે બધા આત્મા અંદર તો ભગવાન સ્વરૂપ જ છે. પર્યાયમાં ક્ષણિક એક સમયની ભૂલ છે એ બીજી વાત છે, પણ વસ્તુ તો પોતે અંદર ભગવાનસ્વરૂપ જ છે. અહા ! પોતાના ભગવાન સ્વરૂપનું અંદરમાં ભાન કરીને ભૂલ ટાળી દેશે. સંસાર તો એક સમયનો છે અને વસ્તુ અંદર ભગવાન ત્રિકાળ છે. ત્રિકાળ વસ્તુનાં જ્યાં અંદર રુચિ ને આશ્રય થયો ત્યાં એક સમયની ભૂલ નાશ પામી જાય છે. આવો માર્ગ છે ભાઈ !
અહીં કહે છે-ધર્મી પુરુષ વ્યવહારના રાગને પોતાનો માનતો નથી કેમકે વ્યવહાર (રાગ) મારું સ્વ ને હું તેનો સ્વામી એવો સંબંધ હોવાનું અસંભવ છે.
હવે કહે છે – “માટે, સર્વથા ચિભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે––એવો સિદ્ધાંત છે.'
શું કીધુ? ચેતન આત્મા અને એનો ચેતનસ્વભાવ એ જ અભેદ એક અનુભવ કરવાયોગ્ય છે. અંદર સ્વસ્વરૂપમાં મગ્ન થઈ એનું સંવેદન અને આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે. બાકીના એટલે ચૈતન્યભાવથી રહિત સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે. લ્યો, આ સિદ્ધાંત કહ્યો. ‘તિ સિદ્ધાંત:' એમ છે ને? મતલબ કે આ સિદ્ધ થયેલી વસ્તુ છે. વ્યવહાર ને નિશ્ચયને સ્વસ્વામી સંબંધ નથી એ વાત સિદ્ધ થઈ ચૂકેલી છે.
પ્રશ્ન:- વ્યવહાર-રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યની જેને અંતરમાં દષ્ટિ થઈ છે એવો ધર્મી પુરુષ પોતાની દીકરીને અન્યમતમાં આપે કે નહિ?
ઉત્તર:- ધર્મી પુરુષ, જ્યાં ધર્મ નથી ત્યાં અન્યમતમાં પોતાની દીકરીને કેમ દે? તેને એવો ભાવ-રાગ કેમ આવે? અહા ! જેને વ્યવહારે પણ આ ધર્મની કિંમત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com