________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ]
[ ૪૬૧ વાતના કહેનાર મળી આવે. અહા! આવું આ દુર્લભ તત્ત્વ વર્તમાનમાં મહાદુર્લભ થઈ પડયું છે.
ભાઈ ! દુનિયા માનો કે ન માનો, હા પાડો કે ન પાડો; વસ્તુસ્થિતિ તો આ જ છે. પંડિતો માને કે ન માને, વા વિરોધ કરે તો કરો, પણ વસ્તુ સ્વરૂપમાં ફેર પડે એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે
પંડિય પંડિય પંડિય કણ છોડિ વિતુસ કેડિયા હે પાંડે! હે પાંડ! હે પાંડે! તું કણને છોડી માત્ર ફોતરાં જ ખાંડે છે. અરેરે ! તે માલ ન લીધો તો ફોતરાંથી તને શો લાભ છે?
જુઓ, એક ઊંચા ગૃહસ્થની સ્ત્રી ડાંગર ખાંડતી હતી. ખાંડણીમાં ઉપર ઉપર ફોતરાં દેખાય અને દાણા તો નીચે જાય. એક ગરીબ અણઘડ બાળએ આ જોયું ને કયાકથી ફોતરાં લાવીને મંડી પડી ખાંડવા. એને એમ કે આ ઉંચા ઘરની બાઈ ફોતરાં ખાંડે છે તો તેમાં કાંઈક લાભ હોવો જોઈએ. પણ એને શું લાભ થાય? કાંઈ નહિ; ખાલી મહેનત માથે પડ.
તેમ કોઈ અજ્ઞાની દેખે કે-આ સમ્યજ્ઞાની ભાવલિંગી મુનિવરો મહાવ્રતાદિ પાળે છે તો લાવ હુંય પાળું. તેને કહીએ છીએ-ભાઈ ! તારી મહેનત ફોગટ જશે; આ ફેરો ફોગટ જશે ભાઈ ! એ મહાવ્રતાદિના રાગના ભાવ બધા પરભાવ છે ને એ સર્વ પ્રકારે હેય છે એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. સમજાણું કાંઈ..?
[ પ્રવચન નં. ૩પ૭ થી ૩૫૯ * દિનાંક ૫-૬-૭૭ થી ૭-૬-૭૭]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com