________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ ચિન્મયભાવથી પણ થાય એમ તું અનેકાન્ત કહે પણ એ અનેકાન્ત નથી, એ તો ફૂદડીવાદ છે.
ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે. આ સમ્યક એકાન્ત છે. એનું (ચિન્મયનું) ગ્રહણ થતાં પરભાવો ઉત્પન્ન થતા નથી એને પરભાવનો ત્યાગ કર્યો એમ કહીએ છીએ. આત્મામાં પરવસ્તુનું તો ગ્રહણ-ત્યાગ છે નહિ. ફક્ત મિથ્યા પર ભાવ વડે પર મારાં એમ માને છે. પણ સ્વનું ગ્રહણ થતાં એ પરભાવ ઉત્પન્ન થતા નથી એને પરભાવનો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. અરે ! અનાદિથી એણે સ્વ-સ્થાન નિજઘર છોડી દીધું છે. ભજનમાં આવે છે ને કે
“હમ તો કબહું ન નિજઘર આયે,
પર ઘર ભ્રમત દિન બીતે, નામ અનેક ધરાયે-' હમ તો ૦ અહા! મેં દયા પાળી, ને વ્રત પાળ્યાં, ને તપસ્યા કરી, ને ભક્તિ કરી-એમ અનેક પ્રકારના પુણ્યભાવમાં-પરભાવમાં રહ્યો એ પરઘર છે. જેમ પાપના ભાવમાં રહે એ પરઘર છે તેમ પુણ્યના ભાવ પણ પરઘર છે. અહા ! ભજનમાં કહે છે–આવા અનેક પરઘરમાં એને રખડવું થયું એ મહા કલંક છે. અરે! હું કદીય નિજઘરમાં-સ્વધામ પ્રભુ ચૈતન્યધામમાં ન આવ્યો ! એમ કે અનંતકાળમાં મેં સ્વનો આશ્રય કરીને આત્મકલ્યાણ કર્યું નહિ! આમ ખેદ પ્રગટ કરે છે. સમજાણું કાંઈ....?
અહીં કહે છે-પરભાવો સર્વ પ્રકારે હેય છે. “સર્વ:' એમ શબ્દ છે ને? છે કે નહિ? છે ને પુસ્તકમાં. મતલબ કે કથંચિત્ વ્યવહાર હેય ને કથંચિત્ ઉપાદેય એમ નથી. વ્યવહાર સર્વ પ્રકારે હુય છે.
વ્યવહારનયથી વ્યવહાર પૂજ્ય છે એમ શાસ્ત્રમાં આવે છે; એનો અર્થ એ છે કે વ્યવહારથી વ્યવહાર જાણવાલાયક છે, નિશ્ચયથી તો એ હુંય જ છે. વ્યવહારનયથી કહ્યું એનો અર્થ એ કે એ ઉપચારથી કહ્યું છે. કળશટીકામાં વ્યવહારનો અર્થ કથનમાત્ર કર્યો છે.
ભાઈ ! તારી ચીજ માલંમાલ છે ને પ્રભુ! અંદર અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય, અનંત-અનંત ઇશ્વરતા પડયાં છે પ્રભુ! અહાહા..! ભગવાન! તું ઈશ્વર છો. તારી ઈશ્વરશક્તિને ગ્રહણ કર ને પરભાવથી છૂટી જા. પરભાવો તો સર્વ પ્રકારે ત્યાગ કરવાલાયક જ છે. સમકિતીને અને મુનિવરોને પરભાવ આવે છે પણ તેમને તે હેય છે. અહો ! એક ચિન્મય વસ્તુ આત્મા જ ગ્રાહ્ય છે ઉપાદેય છે.
અહા ! આવું તત્ત્વનું સ્વરૂપ સાંભળવા મળવું મહા દુર્લભ છે. મનુષ્યપણા વિના તો એ ક્યાં સાંભળવા મળે? એમાંય જૈનદર્શન સિવાય બીજે ક્યાં આ વાત સાંભળવા મળે ? અને જૈનદર્શનમાંય આના સંભળાવનારા કોણ ? કો'ક સમકિતી જવલ્લે જ આવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com