________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ]
[ ૪૫૩ થયા એની વાત તો છોડો, અનંતકાળમાં અનંતવાર તે મોટો દેવ, મોટો રાજા અને મોટો શેઠ પણ થયો. પણ હા ! એણે શુદ્ધ અંતઃચેતનાનો અનુભવ ના કર્યો!
જાઓ, અજ્ઞાની જીવોને અનાદિથી રાગદ્વેષરૂપ કર્મચેતના અને કર્મફળચેતનાનું જ વેદન છે. એને જડનો સ્વાદ તો કદી હોતો જ નથી અને સ્વસ્વરૂપનો સ્વાદ એણે કદી લીધો નહિ. શું કીધું? આ લાડું, બરફી, પેંડા, મોસંબી, ધન, લક્ષ્મી ને સ્ત્રીનું સુંવાળું શરીર ઈત્યાદિ જડ પદાર્થોનો સ્વાદ અને હોતો નથી, પરંતુ એના લક્ષ એણે રાગાદિનો સ્વાદ-આ ઠીક છે, આ ઠીક નથી એવો સ્વાદ-એણે લીધા કર્યો છે. અહા ! પણ એ તો દુઃખનો સ્વાદ છે બાપા અહો! એક ક્ષણ પણ જ્ઞાનચેતનાનો સ્વાદ કરે તો એનાં જન્મમરણ બધાં ટળી જાય; ટળ્યા વિના રહે નહિ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૮૩ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નજાતિ દિ વેતન અદ્વૈતા' જગતમાં ખરેખર ચેતના અંત છે...
નિશ્ચયથી જગતમાં ચેતના અઢત છે. ચિદ અર્થાત ચેતન એ દ્રવ્ય અને ચેતના એનો ગુણ-સ્વભાવ તે એક (અભેદ) છે. ચેતના તરીકે એક હોવા છતાં...
‘ગઈ ચેન સા ઉજ્ઞરૂપે ત્ય' તોપણ જો તે દર્શન-જ્ઞાનરૂપને છોડે ‘તત્સામાન્યવિશેષરૂપવરાત્ તો સામાન્ય વિશેષરૂપના અભાવથી ‘રિસ્તત્વમ્ વ ત્યને ' (તે ચેતના) પોતાના અસ્તિત્વને જ છોડ; “ત—ત્યને ' એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતા ‘વિત: પિ નડતા ભવતિ' ચેતનને જડપણું આવે.
શું કહે છે? કે ચેતન એ દ્રવ્ય અને ચેતના એ ગુણ વસ્તુપણે-દ્રવ્યપણે એક હોવા છતાં ચેતના સ્વરૂપથી જ સામાન્ય અને વિશેષ-એમ દર્શન-જ્ઞાનસ્વરૂપે બેપણે રહેલી છે. હવે જો ચેતના પોતાના સામાન્ય-વિશેષસ્વરૂપને અર્થાત્ દર્શનજ્ઞાનરૂપને છોડી દે તો જીવ ચેતનાના અભાવમાં જડ થઈ જાય; ચેતનને જડપણું આવી જાય.
શું કીધું? ફરીને-કે આત્મા ચેતન છે અને ચેતના એનો ગુણ અર્થાત્ સ્વભાવ છે, સ્વભાવે ચેતના એક હોવા છતાં જ્ઞાતા-દષ્ટાપણું પણ એનું રૂપ છે. હવે જો તે જ્ઞાતાદિષ્ટાપણું છોડી દે તો ચેતનાનો અભાવ થાય અને ચેતના વિના ચેતનદ્રવ્યજીવ જડ થઈ જાય.
કોઈને વળી થાય કે આમાં ધર્મ ક્યાં આવ્યો? અરે ભાઈ ! આવું પોતાનું સ્વરૂપ જાણી દષ્ટિ સ્વસ્વરૂપમાં અખંડ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મામાં સ્થાપિત કરવી એનું નામ ધર્મ છે. ભગવાને એને ધર્મ કહ્યા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com