________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૪ ]
પ્રવચન રત્નાકર ભાગ-૮ તો શું ધર્મ માટે આવું બધું સમજવું પડે ? હા ભાઈ ! અનંતા જીવો આ રીતે સમજીને સિદ્ધદશાને પામ્યા છે.
' અને (૨) “વ્યાપતિ વિના વ્યાપ્ય: માત્મા અન્ત તિ' વ્યાપક વિના (-ચેતના વિના) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે.
પહેલાં બોલમાં આત્મા જડ થઈ જાય એમ કહ્યું ને હવે બીજા બોલમાં નાશ થઈ જાય એમ કહે છે. જો વ્યાપક એવી ચેતના જ ન રહે તો વ્યાપ્ય એવો આત્મા નાશ પામી જાય.
ત્યારે કોઈ કહે છે-આવું બધું સમજવું એના કરતાં દયા પાળવી, વ્રત કરવા એ બધો સહેલો ધર્મ છે.
પણ ભાઈ ! એ ધર્મ ક્યાં છે? એ તો રાગ છે. આત્માનો સ્વભાવ તો ચેતના એટલે જ્ઞાતા-દષ્ટા છે. હવે આવા સ્વભાવને છોડીને જો એ રાગનો કર્તા થાય તો તે મિથ્યાદષ્ટિ થઈ જાય. જો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર-ભણતરનો રાગ અને પંચમહાવ્રતાદિનો રાગ-એનો કર્તા જો ચેતન થાય તો ચેતન જ્ઞાતાદાપણે રહે નહિ, રાગનો કર્તા થતાં તે અવશ્ય મિથ્યાદષ્ટિ થઈ જાય. આવી હવે બહુ કઠણ વાત!
તો મુનિરાજને એવો વ્યવહાર તો હોય છે? હા, હોય છે; પણ એના તો કર્તા નથી. જ્ઞાની તો એના જાણનારમાત્ર રહે છે.
ઉપર પ્રમાણે, ચેતનાને દ્વિરૂપ નહિ માનવાથી બે દોષ-આપત્તિ આવે છે. તેથી કહે છે- ‘તેન વિત્ નિયત જ્ઞપ્તિ મસ્તુ' માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો. અર્થાત્ ચેતના નિયમથી દર્શનજ્ઞાનમય જ છે.
* કળશ ૧૮૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (-દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (-જ્ઞાનરૂપ) હોવી જોઈએ.'
જાઓ, ભગવાને જોયાં છે એ બધાં દ્રવ્યો જગતમાં જાતિ અપેક્ષાએ છ છે, અને સંખ્યા અપેક્ષાએ જીવ-આત્મા અનંત, પરમાણુ અનંતાનંત, ધર્માસ્તિકાય એક, અધર્માસ્તિકાય એક, એક આકાશ અને અસંખ્યાત કાલાણ છે. એ બધા પદાર્થ પ્રત્યેક સામાન્ય વિશેષરૂપ છે. તે બધાય પદાર્થ દ્રવ્યપણે એકરૂપ સામાન્ય છે ને ગુણ-પર્યાયથી વિશેષરૂપ છે. સામાન્ય વિશેષરૂપે હોવું વસ્તુનો સહજ સ્વભાવ જ છે. તેથી તેને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય વિશેષરૂપ છે; સામાન્ય પ્રતિભાસરૂપ દર્શન અને વિશેષ પ્રતિભાસરૂપ જ્ઞાન છે. જુઓ, આ ન્યાયથીલોજીકથી વાત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com