________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૯૮-ર૯૯ ]
[ ૪૪૭ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું-એમ ધર્મી સમ્યગ્દર્શન વિષયની ભાવના કરે છે એટલે કે નિર્વિકલ્પ અનુભવ કરે છે. અહા ! સમ્યગ્દર્શનનો વિષય અભેદ એક સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છે અને એમાં પકારકના ભેદ નથી. અભેદ એક દર્શનમાત્ર વસ્તુની દૃષ્ટિ તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મનું પહેલું પગથિયું છે. સૂક્ષ્મ વાત છે ભાઈ !
જાઓ, હવે પછી સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર આવવાનો છે ને? એના ઉપદ્યાતની અહીંથી શરૂઆત કરે છે. હું દેખતો જ દેખું છું, હું દેખતાને જ દેખું છું, હું દેખતા વડે જ દેખું છું ઇત્યાદિ કર્તા, કર્મ, કરણ આદિ ભેદ રાગનું-વિકલ્પનું કારણ છે. એ અનુપચરિત સદ્દભૂત વ્યવહારનય છે. અહીં કહે છે-એ ભેદો હું નહિ, હું તો સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું. અહાહા..! એક અભેદ દષ્ટાસ્વભાવભાવ એ જ હું છું. લ્યો, અંતરમાં આવા અભેદ આત્માની દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. અહા ! આવા સમ્યગ્દર્શનથી એને ધર્મની શરૂઆત થાય છે. આ જ વીતરાગનો મારગ છે ભાઈ ! આ સમજ્યા વિના લાખ ક્રિયાકાંડ કરે તોય એનાથી ધર્મ થતો નથી.
આવી જ રીતે હવે જ્ઞાનથી સમજાવે છે –
વળી એવી જ રીતે-હું જાણનાર આત્માને ગ્રહણ કરું છું. “ગ્રહણ કરું છું” એટલે “જાણું જ છું.” આ સામાન્ય વાત કરી. હવે પકારકના ભેદ પાડી વિશેષ સમજાવે છે
જાણતો જ જાણું છું” –એ કર્તા. આ હજુ ભેદ-વિકલ્પ છે; “જાણતા વડે જ જાણું છું' –આ કરણ. નિમિત્ત કે ભેદ વડે જાણું છું એમ નહિ. “જાણતા માટે જ જાણું છું' –એ સંપ્રદાન, ‘જાણતામાંથી જ જાણું છું' એ અપાદાન, જાણતામાં જ જાણું છું' –એ આધાર, જાણતાને જ જાણું છું-એ કર્મ-આ પ્રમાણે છે કારકોના ભેદના વિચાર પ્રથમ આવે છે ખરા પણ ભેદનું લક્ષ કરતાં તો વિકલ્પ-રાગ જ ઉત્પન્ન થાય છે. તેથી ભેદનું લક્ષ છોડી સમકિતી પુરુષ અભેદ એક જ્ઞાનમાત્ર વસ્તુ આત્માને જ ગ્રહણ કરે છે. તે કેવી રીતે? તો કહે છે
અથવા-નથી જાણતો; નથી જાણતો થકો જાણતો, નથી જાણતા વડ જાણતો, નથી જાણતા માટે જાણતો, નથી જાણતામાંથી જાણતો, નથી જાણતામાં જાણતો, નથી જાણતાને જાણતો, પરંતુ સર્વવિશુદ્ધ જ્ઞતિમાત્ર (જાણનક્રિયામાત્ર) ભાવ છું”
જોયું? છ કારકોના ભેદોને આ પ્રમાણે રદ કર્યા અર્થાત્ દષ્ટિમાંથી છોડી દીધા અને હું તો અભેદ એક સર્વવિશુદ્ધ જ્ઞતિમાત્ર ભાવ છું-એમ જ્ઞાનની ક્રિયાને જ્ઞાનસ્વભાવમાં જોડી દીધી. અહા ! જાણનસ્વભાવમાત્ર હું છું એમ અભેદ એક આત્માની દષ્ટિ થતાં પર્યાયમાં પણ જાણનસ્વભાવ એકલો આવ્યો, રાગ ને ભેદ ન આવ્યો. ( રાગ ને ભેદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com