________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૮ ]
ચિન રત્નાકર ભાગ-૮ તે હું આત્મા એમ ન આવ્યું) આનું નામ ધર્મ છે. આત્મા ત્રિકાળ જાણનસ્વભાવમાત્ર છે એમ જાણતાં (-જ્ઞાનની પર્યાયમાં ભગવાન ત્રિકાળીને ઉપાદેય કરતાં) પર્યાયમાં પણ જાણનસ્વભાવની પરિણતિ પ્રગટ થાય છે. આ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે.
અહા! આત્માનું અસ્તિત્વ કેટલું અને કયા પ્રકારે છે એ જાણીને અંદર ત્રિકાળી એક અભેદની દષ્ટિ કરે ત્યારે એને સત્યદષ્ટિ-સમ્યગ્દષ્ટિ કહે છે. અહીં કહે છે-આ સદભૂત વ્યવહારનયનો વિષય જે કારકના ભેદો એ હું નહિ, હું તો સર્વવિશુદ્ધ જ્ઞતિમાત્ર ભાવ છું. જ્ઞપ્તિમાત્ર છું-એમ કહીને રાગ અને સર્વ ભેદ-વિકલ્પનો નિષેધ કર્યો છે. અહાહા...! એકલા જાણન-જાણનસ્વભાવી અભેદ એકરૂપ આત્માની દૃષ્ટિ તે સમ્યગ્દર્શન છે.
અરે! લોકો તો માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય, રાગથી વીતરાગતા થાય.
પરંતુ ભાઈ ! રાગ એ તો અસભૂત વ્યવહાર છે. જો તો ખરો, અહીં તો સદ્દભૂત વ્યવહારનોય નિષેધ કર્યો છે. અહીં કહે છે-નિર્મળ કારકોના ભેદનો વિચાર પ્રથમ આવે છે ખરો, આવ્યા વિના રહેતો નથી, પણ જ્યાં સુધી ભેદનું લક્ષ રહે છે ત્યાં સુધી નિશ્ચય ધર્મ પ્રગટ થતો નથી. બાપુ! વસ્તુનું નિશ્ચય સ્વરૂપ જ એવું છે કે તેને કોઈ વ્યવહારની કે ભેદની અપેક્ષા નથી. શ્રી નિયમસાર ગાથા ૩ માં કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયાત્મક મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે અર્થાત્ પરની અપેક્ષા વિના નિરપેક્ષ પ્રગટ થાય છે.
અહા! લોકોને અભ્યાસ નહિ ને સને સમજવાની દરકાર નહિ એટલે આવું ભગવાને કહેલું અને સંતોએ પ્રસિદ્ધ કરેલું સનું સ્વરૂપ સમજવું કઠણ લાગે છે. એટલે અજ્ઞાનવશ જીવો એમ માની બેઠા છે કે બીજાની દયા પાળવી, વ્રત કરવા, સામાયિક કરવી, પોસહ કરવો, પ્રતિક્રમણ કરવું ઇત્યાદિ રાગની ક્રિયાઓ કરવી તે ધર્મ છે. તેને સંતો કહે છે–બાપુ! તને ખબર નથી પણ જેને તું માને છે તે સાચું સામાયિક નથી, અને પોસહુ પણ નથી. અહા ! અંદર રાગ વિનાનો જે અભેદ એક ચૈતન્યમાત્ર ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેના આશ્રયે અનુભવ થતાં પ્રથમ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે અને ત્યાર બાદ એ જ સ્વસ્વરૂપમાં વિશેષ લીનતા-રમણતા થાય તેને સામાયિક કહે છે. જેમાં સમતાનો લાભ થાય તેને સામાયિક કહે છે. હવે આવું ધર્મનું વાસ્તવિક સ્વરૂપ બિચારાએ કદી સાંભળ્યુંય ન હોય. દેહુ તો છૂટી જાય ને જિંદગી – અવસર) એમ ને એમ (વ્યર્થ) ચાલી જાય.
અહીં કહે છે-આ પ્રમાણે દેખનાર-જાણનાર આત્માને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણરૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને એટલે કે પ્રથમ જ્ઞાનમાં ભેદપૂર્વક જાણીને, પછી કારકભેદોને દૂર કરીને એટલે કે ભેદોનું લક્ષ છોડીને આત્માને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com