________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ ઉપયોગ બન્ને એક જ છે. પરંતુ એમ છે નહિ; બન્ને ઉપયોગ ભિન્ન ભિન્ન છે-એમ અહીં કહે છે.
વળી શ્વેતાંબરમતવાળા એમ કહે છે કે-કેવળીને એક સમયે એક જ ઉપયોગ હોય; જ્યારે દર્શન-ઉપયોગ હોય ત્યારે જ્ઞાન-ઉપયોગ ન હોય અને જ્ઞાન-ઉપયોગ હોય ત્યારે દર્શન-ઉપયોગ ન હોય. પરંતુ આ વાત સત્યાર્થ-યથાર્થ નથી. કેવળી પરમાત્માને એક જ સમયમાં કેવળદર્શન અને કેવળજ્ઞાન એમ બન્ને ઉપયોગ સાથે જ હોય છે.
અલ્પજ્ઞ હોવાથી છદ્મસ્થને ઉપયોગ ક્રમે હોય છે. તેને દર્શનપૂર્વક જ્ઞાન-ઉપયોગ હોય છે. છદ્મસ્થને એક સમયમાં બન્ને ઉપયોગ સાથે હોતા નથી; પરંતુ કેવળી પરમાત્મા તો એક સમયમાં પરિપૂર્ણ દશાને પામ્યા છે, માટે તેમને તો એક જ સમયમાં જ્ઞાન અને દર્શન ઉપયોગ એક સાથે જ હોય છે.
66
ચેતકપણાની જેમ દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માને સ્વલક્ષણ જ છે. ‘માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું,' ગ્રહણ કરું છું” એટલે “દેખું જ છું”...' જીઓ, આ સામાન્ય વાત કરી, હવે ષટ્કારકના ભેદ પાડી તેને જ વિશેષ સમજાવે છે–
‘દેખતો જ ( અર્થાત્ દેખતો થકો જ) દેખું છું, દેખતા વડે જ દેખું છું, દેખતા માટે જ દેખું છું, દેખતામાંથી જ દેખું છું, દેખતામાં જ દેખું છું, દેખતાને જ દેખું છું.'
જુઓ, આવા કર્તા, કર્મ, કરણ આદિ છ ભેદ વિચાર કરતાં પ્રથમ પડે છે, પરંતુ ભેદથી વિચાર કરતાં તો આત્મામાં વિકલ્પ-રાગ જ ઉત્પન્ન થાય છે. માટે સમ્યગ્દષ્ટિ એ છ ભેદનું લક્ષ (કે જે સદ્દભૂત વ્યવહારનયનો વિષય છે) પણ છોડી એક અભેદ આત્માને જ ગ્રહણ કરે છે. અહા ! દયા, દાન આદિ રાગ તો હું નિહ પણ કારકના આ છ ભેદ પણ મારામાં નથી એમ જાણતો ધર્મી છ ભેદનું લક્ષ છોડી દે છે. કેવી રીતે-તે હવે સમજાવે
છેઃ
અથવા-નથી દેખતો; નથી દેખતો થકો દેખતો, નથી દેખતા વડે દેખતો, નથી દેખતા માટે દેખતો, નથી દેખતામાંથી દેખતો, નથી દેખતામાં દેખતો, નથી દેખતાને દેખતો; પરંતુ સર્વવિશુદ્ધ દર્શનમાત્ર ભાવ છું' .
"
નથી દેખતો એ સામાન્ય કહ્યું. નથી દેખતો થકો દેખતો એ કર્તાનો ભેદ, નથી દેખતા વડે દેખતો એ કરણનો ભેદ, નથી દેખતા માટે દેખતો એ સંપ્રદાનનો ભેદ, નથી દેખતામાંથી દેખતો એ અપાદાનનો ભેદ, નથી દેખતામાં દેખતો એ આધારનો ભેદ, નથી દેખતાને દેખતો એ કર્મનો ભેદ–આમ છ ભેદના નિષેધપૂર્વક હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com