________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ]
[ ૪૪૫ (ફેન્દ્રવજ્ઞા) एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम्। ग्राह्यस्ततश्चिन्मय एव भावो
માવા: પરે સર્વત પર્વ દેયા: ૨૮૪ના શ્લોકાર્ધ - [ વિત:] ચૈતન્યનો (આત્માનો) તો [ 4: ચિન્મય: pg ભાવ:] એક ચિન્મય જ ભાવ છે, [ો પરે ભાવ:] જે બીજા ભાવો છે [તે વિન પરેશાન્] તે ખરેખર પરના ભાવો છે; [તત: ] માટે [ ચિન્મય: ભાવ: pg પ્રાધ:] (એક) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે, [ રે માવ: સર્વત: gવ દેયા:] બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે. ૧૮૪.
સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ મથાળું આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર તો ગ્રહણ કરાવ્યો; હવે સામાન્ય ચેતના દર્શનજ્ઞાન સામાન્યમય હોવાથી અનુભવમાં દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવોએમ કહે છે -' ચેતન દ્રવ્યનું લક્ષણ જે ચેતના છે તે જ્ઞાનદર્શનરૂપે બે સ્વરૂપે છે. માટે દર્શનજ્ઞાનસ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો-એમ ગાથામાં કહે છે -
* ગાથા ૨૯૮-૨૯૯ : ટીકા ઉપરનું પ્રવચન * ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે.”
- અભેદથી સામાન્યપણે જેને ચેતના કહેવામાં આવે છે તે જ ચેતના જ્ઞાન અને દર્શન એવા ભેદથી બે પ્રકારે-સ્વરૂપે છે. ચેતના આત્માનું લક્ષણ છે એમ કહેતાં રાગ કે જે બંધનું લક્ષણ છે તેનું તે ઉલ્લંઘન કરે છે, અર્થાત્ રાગ આત્માથી ભિન્ન છે એમ સિદ્ધ કરે છે પરંતુ તે ચેતના, દર્શન અને જ્ઞાનરૂપ ભેદો કે જે આત્માના ગુણો-સ્વભાવો છે તેનું ઉલ્લંઘન કરતી નથી. જ્ઞાન અને દર્શન ગુણો અર્થાત્ સામાન્યપણે ચેતના એ તો આત્માનો સ્વભાવ છે. ચૈતન્યસ્વરૂપી આત્માનો એક જ્ઞાન જ સ્વભાવ છે એમ નથી. દર્શન અને જ્ઞાન બને એના સ્વભાવો છે. માટે ચેતકપણાની જેમ દર્શન અને જ્ઞાન અને આત્માનું સ્વલક્ષણ જ છે. અનુભવમાં જ્ઞાન અને દર્શન બન્ને આવે છે.
સનાતન દિગંબર માર્ગ સિવાય અન્યમતમાં એમ કહે છે કે જ્ઞાન અને દર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com