________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪૪ ]
વચન રત્નાકર ભાગ-૮ (શાર્દૂત્રવિહિત) अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्। तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापका
दात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपाऽस्तु चित्।। १८३।। (૨) વ્યાપકના (–ચેતનાના-) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય. માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [નતિ દિ ચેતના ગદ્વૈતા] જગતમાં ખરેખર ચેતના અંત છે [ પિ વેત્ સા દજ્ઞપ્તિપં ત્ય] તોપણ જો તે દર્શનજ્ઞાનરૂપને છોડે [તત્સામાન્યવિશેષરૂપવિરદાત] તો સામાન્યવિશેષરૂપના અભાવથી [સ્તિત્વમ્ પ્રવ ત્યને] (તે ચેતના) પોતાના અસ્તિત્વને જ છોડ; [ ત—ત્યારો] એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતાં, (૧) [ વિત: પિ નહતા ભવતિ] ચેતનને જડપણું આવે અર્થાત્ આત્મા જડ થઈ જાય. [૨] અને (૨) [ વ્યાપા વિના વ્યા: ગાત્મા અન્તન પૈતિ] વ્યાપક વિના (-ચેતના વિના-) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે (-આમ બે દોષ આવે છે). [ તેન ચિત્ નિયતં દજ્ઞાતિ વસ્તુ ] માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો.
ભાવાર્થ- સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (-દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (-જ્ઞાનરૂપ) હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડ તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો અભાવ થવાથી) જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય.) માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.
અહીં તાત્પર્ય એવું છે કે-સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે “વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષરૂપ છે તેથી ચેતનાને સામાન્ય વિશેષરૂપ અંગીકાર કરવી” એમ અહીં જણાવ્યું છે. ૧૮૩.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com