________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ પણ છોડતો નથી. અત્યારે તો લ્યો, છાપાંમાં આવે કે મહારાજ પધાર્યા છે, આટલા દિ' રોકાશે એટલે ગૃહસ્થો આવીને ચોકા કરે. અરે! બહુ બગડી ગયું ભાઈ ! બધો ફેરફાર થઈ ગયો! નિશ્ચય તત્ત્વ તો ક્યાંય એકકોર રહી ગયું પણ વ્યવહારેય આખો બગડી ગયો ! બહારમાંય કાંઈ ઠેકાણું ન રહ્યું! એને (-સાધુને) માટે પાણી ઉનાં કરવાં, આહાર બનાવવો, ઘરમાં બનાવતા હોય એમાં દાળ, ચોખા, લોટ વગેરે ઉમેરીને એને માટે આહાર બનાવવો-એ ઉશિક આહાર છે. સાધુને ખબર હોય વા ખ્યાલમાં આવે કે આ આહારપાણી મારે માટે બનાવ્યો છે, ઉશિક છે અને તે ગ્રહણ કરે તો તે પોતાને મહાપાપ ઉપજાવે છે. વાસ્તવમાં એ સાધુપદને શોભે નહિ, ઉશિક આહાર ગ્રહણ કરે ત્યાં સાધુપણું રહે નહિ. લ્યો, આવી વાત આકરી પડે એટલે રાડું પાડે પણ શું થાય? તત્ત્વ તો જેમ છે તેમ છે.
પ્રશ્ન- પણ શ્રાવકને તો પુણ્ય થાય ને?
ઉત્તર:- એને આહારદાનના શુભભાવથી પુણ્ય થાય પણ એ પાપાનુબંધી પુણ્ય છે કેમકે તે ઉશિક આહાર આપે છે એ મિથ્યાત્વનું મહાપાપ તો સાથે ઊભું જ છે. અત્યારે તો પત્રોમાં ચોકખું આવે છે કે અત્રે સાધુ બિરાજે છે, ચોકા કરવા આવો, ચોકા કરી ને આહારદાનનો લાભ લો. લ્યો, હવે આવું! પોતાને માટે બનાવેલો આહાર સાધુ લે, અને ગૃહસ્થ અને સાધુ માનીને દે-બન્ને ભ્રષ્ટ છે બાપા !
અહીં કહે છે-અધઃકર્મથી નીપજેલું અને ઉદ્દેશથી નીપજેલું એવું જે નિમિત્તભૂત આહારાદિ પુદ્ગલદ્રવ્ય તેને નહિ પચખતો આત્મા (–મુનિ) નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી. સાધુને ખબર છે કે ગૃહસ્થને ઘરે બે જ માણસ છે ને આટલો બધો આહાર (–ભોજન) બનાવ્યો છે તે બીજા (-સાધુ) માટે બનાવેલો છે, ઉશિક છે, અને છતાં તે આહાર લે તો કહે છે નિમિત્તભૂત આહારાદિ દ્રવ્યોને નહિ પચખતો તે નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખતો નથી. અર્થાત્ અનિવાર્યપણે તેને બંધભાવપાપભાવ થાય જ છે જુઓ, આ બંધ અધિકાર છે ને? એમાં આ કહે છે કે સાધુ ઉશિક આહારને ગ્રહણ કરે તે બંધસાધક ભાવ છે, પાપભાવ છે, બંધનું કારણ છે.
અહા! અધકર્મથી નીપજેલો ને ઉદ્દેશથી નીપજેલો આહાર મુનિને યોગ્ય નથી; છતાં એને મુનિ લે છે તો એને તેથી પાપબંધ જ થાય છે; એ તો ખરેખર વ્યવહારેય મુનિ કહેવા યોગ્ય નથી. આ વાત બહાર આવતાં બીજે ખળભળાટ મચી જાય છે, પણ શું થાય? વસ્તુતત્ત્વ તો આ છે ભાઈ !
કોઈ કહેતું હતું કે અત્યારે તો ઉશિક આહાર જ લેવાય છે, કારણ કે અણઉશિક આહાર મળે ક્યાંથી ? કોને ઘેર જઈને આહાર લેવાનો છે એ તો અગાઉથી નક્કી થઈ ગયું હોય છે. આ તો એક બે ચોકા હોય ને ત્યાં ઉનાં પાણી, શેરડીનો રસ, મોસંબીનો રસ, રોટલી, ઉનું દૂધ વગેરે સાધુના ઉદ્દેશથી કરે ને ત્યાં સાધુ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com