________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૮-૨૭૯ ]
| [ ૩૪૫ જઇને ઉશિક આહાર જાણીને લે છે. અહા ! એ તો પાપબંધન કરે છે ભાઈ ! લેનારા ને દેનારા બન્ને પાપબંધન કરે છે. મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ, આહારશુદ્ધિ, જળશુદ્ધિ વગેરે એ બધું જુઠું બોલે છે; (મુનિનેય એ ખબર હોય છે ) કેમ કે આહાર બનાવ્યો હોય સાધુ માટે ન બોલે એમ-આહારશુદ્ધિ વગેરેએ જુઠું બોલે છે. આ બધી નગ્ન દિગંબર મુનિની વાત છે હોં, બીજા લુગડાંવાળા તો મૂળ જૈનધર્મથી જ ભ્રષ્ટ છે. આવું બહુ આકરું લાગે પણ શું થાય? મારગ તો આવો છે પ્રભુ! આચાર્ય શ્રી કુંદકુંદે સૂત્ર પાહુડમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે-વસ્ત્રનો એક ધાગો પણ રાખીને કોઈ મુનિ માને, મનાવે કે માનનારની અનુમોદના કરે તે નિગોદ જાય.
અહીં તો એમ વાત છે કે કોઈ બહારથી નગ્ન દિગંબર સાધુ હોય, પંચમહાવ્રતાદિ પાળતો હોય પણ પોતાને માટે બનાવેલાં ઉશિક આહાર-પાણી ગ્રહણ કરે તો તે એના નિમિત્તથી થતા બંધસાધક ભાવને પચખતો નથી. વાસ્તવમાં તેને સાધુપણું જ નથી. મારગ તો આવો છે બાપુ! આ કોઈ વ્યક્તિની વાત નથી, મારગ શું છે–એની વાત છે. આવી વાતુ લોકોને આકરી લાગે એટલે વિરોધ કરે; પણ શું કરે છે પ્રભુ! તું? અરે ! કેવળીના વિરહ પડ્યા! કેવળજ્ઞાન રહ્યું નહિ, અને અવધિજ્ઞાન તથા મન:પર્યયજ્ઞાન થવાનીય લાયકાત રહી નહિ ને આ બધી ગડબડ ઊભી થઈ !
અહા! ભગવાન કુંદકુંદાચાર્ય ને એમના પછી હજાર વર્ષે થયેલા અમૃતચંદ્રાચાર્ય ભાવલિંગી વીતરાગી મુનિવર-સંત જેને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદનાં ઝરણાં ઝરે છે. તે કહે છે કે- મુનિને માટે જે આહાર બનાવ્યો હોય તે ઉશિક છે, ને મુનિએ કહ્યું હોય ને બનાવ્યો હોય તે અધ:કર્મી છે. એ અધ:કર્મીને ઉશિક આહાર સાધુને હોય નહિ અને છતાં કોઈ એવો આહાર લે તો તે તેના નિમિત્તે ઉપજતા બંધસાધક પાપને પચખતો નથી, અર્થાત્ તે પાપબંધ જ કરે છે. લ્યો, આ મુનિરાજ પોતે કહે છે. ( આ કાંઈ સોનગઢવાળા ઘરનું કહે છે એમ નથી).
પ્રશ્ન:- તો પછી કોઈ ધરમ પાળી શકે એવું ન રહ્યું? (એમ કે ઉશિક આહાર લેતાં ને દેતાં પાપ થાય તો ધર્મ કેમ કરીને પાળવો?)
ઉત્તર- અરે ભાઈ ! ધર્મ તો અંદર આત્મામાં થાય કે ક્યાંય બહારમાં આહારાદિમાં થાય? શું આહાર-પાણી કરીને દે એટલે ધર્મ થાય છે? ના, હોં; અંદર શુદ્ધ અંતઃતત્ત્વમાં એકાગ્ર થાય તો ધર્મ થાય છે, બીજી કોઈ રીતે નહિ.
પ્રશ્ન- તો શાસ્ત્રમાં તો એમ આવે છે કે સાધુને આહાર આપ્યો એ તો માનો મોક્ષમાર્ગ આપ્યો?
ઉત્તર- હા, આવે છે; પણ એ તો ભાવલિંગી સાધુની વાત છે ભાઈ ! જે અંદર વીતરાગ નિર્મળ પરિણતિએ પરિણમ્યા છે અને જે અત્યંત નિર્દોષ આહાર-પાણી ગ્રહ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com