________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮૫ ]
| [ ૩૩૫ છે, પણ નિમિત્ત અને નિમિત્તના લક્ષે થતા વિકારને જ્યાં સુધી પચખતો નથી ત્યાં સુધી તે કર્તા જ છે.
પહેલાં (કર્તાની) ના પાડી હતી કે આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે. એ તો દ્રવ્યસ્વભાવ કહ્યો. હવે (પર્યાય) કહે છે કે જ્યાં સુધી તે સ્વદ્રવ્યના લક્ષમાં આવતો નથી અને પરદ્રવ્યના જ લક્ષમાં રહે છે ત્યાં સુધી તે પરદ્રવ્યના લક્ષે થતા રાગદ્વેષમોહાદિ ભાવોને છોડતો નથી અને તેથી ત્યાંસુધી તે કર્તા જ છે. જ્યાં સુધી સ્વભાવમાં આવતો નથી ત્યાંસુધી કર્તા જ છે. આવો વીતરાગનો મારગ બહુ ઝીણો બાપુ! પણ એનું ફળ અનંત આનંદ ને અનંત સુખ છે. અહાહા...! પોતે અંદર આનંદધામ પ્રભુ છે; એમાંનિજાનંદરસમાં લીન થઈને રહે એના આનંદનું પૂછવું જ શું?
જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે જ નૈમિત્તિકભૂત ભાવને પ્રતિક્રમે છે તથા પચખે છે, અને જ્યારે ભાવને પ્રતિક્રમે છે તથા પચખે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે.”
જોયું? જ્યારે તે વિકારના નિમિત્તભૂત પરદ્રવ્યનું લક્ષ છોડ છે ત્યારે જ તે નૈમિત્તિકભૂત વિકારને છોડે છે અને જ્યારે વિકારના ભાવને છોડે છે ત્યારે સાક્ષાત્ અકર્તા જ છે. સ્વભાવથી અકર્તા છે; ને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટતાં સાક્ષાત્ અકર્તા થાય છે.
અહીં નિમિત્તભૂત પરદ્રવ્યને પચખે છે એમ કહ્યું ત્યાં પરદ્રવ્યને છોડવું છે એમ વાત નથી. પરદ્રવ્યને છોડે કોણ? એ તો છૂટું જ પડયું છે. પરદ્રવ્યને કયાં ગ્રહ્યું છે કે છોડ? વાસ્તવમાં આત્મા પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ રહિત જ છે. અહીં તો નિમિત્તને છોડ છે એટલે એનું લક્ષ છોડે છે-એમ અર્થ છે. સમજાણું કાંઈ...?
* ગાથા ૨૮૩-૨૮૪-૨૮૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારાં જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે અને તે પદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના સંસ્કાર રહેવા તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ-અપ્રતિક્રમણ છે.'
પૂર્વે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું એટલે શું? કે આ શરીર, વાણી, ઈન્દ્રિય અને સ્ત્રી-પુત્ર પરિવાર, ધનાદિ પર પદાર્થોને પોતાના માની તેમના લક્ષમાં રહ્યો હતો. તે સર્વ પદ્રવ્યોને વર્તમાનમાં સારા જાણવા, તેમના સંસ્કાર રહેવા અને તેમના પ્રતિ મમત્વ રહેવું તે દ્રવ્ય-અપ્રતિક્રમણ છે. દ્રવ્ય કહેતાં પરવસ્તુ ને અપ્રતિક્રમણ એટલે એનાથી નહિ ખસવું તે. અહા ! પરપદાર્થોના લક્ષથી હઠવું નહિ, પાછા ફરવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com