________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮૫ ]
[ ૩૩૩
રાગથી વિમુખ થઈ સ્વભાવસન્મુખ થવું-એ સાર છે. બાકી દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિના રાગ એ કાંઈ કરવાયોગ્ય કર્તવ્ય નથી. જેને છોડવું છે તે કરવા યોગ્ય કેમ હોય ?
અહાહા...! પરદ્રવ્ય નિમિત્ત અને એના લક્ષે થતા રાગાદિભાવો નૈમિત્તિક એમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવીને બેયનો ભગવાનના ઉપદેશમાં નિષેધ કર્યો ને ભગવાન આત્માને અવિકારી અકારક સ્વભાવમાં સ્થાપ્યો. હવે કહે છે–જો એમ ન હોય તો આત્મા પોતે સ્વભાવથી જ કા૨ક ઠરી જાય એવો દોષ આવે; ને જો તે કા૨ક ઠરે તો નિત્ય રાગાદિ વિકાર જ કર્યા કરે, દુ:ખી જ થયા કરે, દીય દુઃખથી મુક્ત થઈ શકે નહિ.
‘માટે ૫દ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો. અને એમ હોતાં, આત્મા રાગાદિનો અકા૨ક જ છે- એમ સિદ્ધ થયું.’
આ શું કીધું ? કે પરદ્રવ્ય જ આત્માને વિકારનું નિમિત્ત-કારણ છે, સ્વદ્રવ્ય નહિ. અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચિદાનંદરસકંદ પ્રભુ આત્મા વિકાર થવામાં નિમિત્તકા૨ણ નથી પણ પદ્રવ્ય જ એને વિકારનું નિમિત્ત છે. એને પરદ્રવ્ય તરફ લક્ષ જાય છે માટે વિકાર થાય છે, માટે પરદ્રવ્ય જ વિકારનું નિમિત્ત છે. અષ્ટપાહુડમાં આવે છે કે- ‘પરવવાવો વુÜડ્' પોતાના સ્વદ્રવ્ય સિવાય પરદ્રવ્યમાં લક્ષ જાય છે એ જ શુભાશુભ ભાવનું કારણ છે, એ જ જીવને દુર્ગતિનું કારણ છે.
૫રદ્રવ્ય જ આત્માને રાગાદિભાવોનું નિમિત્ત હો' –જુઓ, આમાંથી કેટલાક એમ કાઢે છે કે આત્માને પરદ્રવ્ય રાગદ્વેષ કરાવે છે; પણ એમ માનવું બરાબર નથી. જ્યારે પોતે રાગાદિ ભાવ કરે ત્યારે એનું લક્ષ પદ્રવ્ય-નિમિત્ત તરફ હોય છે બસ એટલું પરદ્રવ્યના લક્ષે પરિણમતાં રાગાદિ થાય છે માટે રાગાદિનું નિમિત્ત પદ્રવ્ય છે એમ કહ્યું છે. મૂળ તો રાગનું સ્વામીપણું એને છે એ પરદ્રવ્ય છે, અને એનું (રાગનું) સ્વામીપણું જ ખરેખર એને વિકારનું કારણ છે. આ પ્રમાણે ૫૨દ્રવ્ય જ આત્માને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનું કારણ-નિમિત્ત છે. આમ હોતાં આત્મા પોતે પોતાથી રાગાદિનો અકારક જ છે એમ સિદ્ધ થયું. જીઓ, આ ટીકાની શરૂઆતમાં કહ્યું હતું એ સિદ્ધ કર્યું.
આ રીતે ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ રાગાદિનો અકારક જ છે. રાગાદિનું મૂળ કારણ તો પ૨વસ્તુનું નિમિત્તપણું ને સ્વામીપણું છે. રાગ રાગના લક્ષવાળા દ્રવ્યો-એ બે તરફનું સ્વામીપણું છૂટયું ત્યારે આત્મા સ્વભાવનો સ્વામી થયો અને ત્યારે તે રાગાદિનો અકારક ભગવાન જ્ઞાતા-દષ્ટા જણાયો. લ્યો, આનું નામ ધર્મ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com