________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ર ]
ન રત્નાકર ભાગ-૮ નહિ, એનાથી ધર્મ નહિ, સુખ નહિ. આ તો આત્મા અંદર અનંતગુણમંડિત ચૈતન્ય મહાપ્રભુ છે એને પરના લક્ષથી અને પરના લક્ષે થતા વિકારથી છોડાવીને સ્વભાવમાં લઈ જવા માટે ઉપદેશ છે; કેમકે સ્વભાવમાં જાય ત્યારે એને ધર્મ ને સુખ થાય છે. આવી વાત છે.
હવે આ રીતે જે ઉપદેશ છે તે નિરર્થક જાય તો શું થાય? શું દોષ આવી પડે? તો કહે છે–એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવી પડે અને તેથી મોક્ષનો અભાવ ઠરે.
અહાહા...! આત્મા જ્ઞાતા-દષ્ટા પ્રભુ શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે; અને રાગ ને રાગનું લક્ષ જે પરદ્રવ્ય-એનાથી એ ભિન્ન છે. તથાપિ રાગ અને રાગના લક્ષવાળું તત્ત્વ જો એનું સ્વરૂપ હોય વા એનો એ કર્તા હોય તો એ સદાય વિકાર કર્યા જ કરે અર્થાત્ કદીય એ વિકારરહિત થઈ શકે નહિ, વિકારથી કોઈ દિ' પાછો હુઠે નહિ. રાગાદિભાવોનું નિમિત્ત ભિન્ન પદ્રવ્ય જ છે એમ જો ન માનવામાં આવે તો એક આત્માને જ રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડે, અને એમ હોતાં તેને રાગનું નિત્યકર્તુત્વ આવી પડતાં તે કદીય રાગરહિત થઈ શકે નહિ. અહા ! આત્મા પરથી પાછો હઠ એવો જ એનો સ્વભાવ ન હોય અને રાગનો કર્તા ને પરના લક્ષમાં જ રહેવાનો જો એનો સ્વભાવ હોય તો તે સદાય વિકાર કર્યા જ કરે અને સંસારમાં રખડ્યા જ કરે; કોઈ દિ' એને રાગરહિત થવાનો પ્રસંગ આવે જ નહિ.
ભગવાન આત્મા ત્રિકાળ મોક્ષસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે. સ્વભાવથી તે રાગાદિનો અકારક જ છે. તેથી રાગાદિ વિકાર ને વિકારના લક્ષથી–બેયથી રહિત થવાનો ભગવાનનો ઉપદેશ છે. પણ એ ઉપદેશ નિરર્થક થતાં એક આત્માને જ પુણ્ય-પાપભાવોનું કર્તાપણું આવી પડે. અને એ પ્રમાણે જો રાગના કર્તાપણાનું એને કારકત્વ હોય તો કોઈદિ' એને મોક્ષસ્વરૂપ પોતે જે શક્તિએ છે એની વ્યક્તતા ન થાય. અને વિકારી થઈને, દુઃખી થઈને ચારેય ગતિમાં રખડ્યા જ કરે. ચારેય ગતિ દુ:ખરૂપ છે ભાઈ ! એક મોક્ષદશા–વીતરાગ દશા જ પરમ સુખરૂપ છે. પણ આત્માને જ જો રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડે તો એને વિકારહિત સમ્યગ્દર્શનેય થાય નહિ તો મોક્ષ તો કેમ થાય? આ પ્રમાણે એને મોક્ષનો અભાવ ઠરે. સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- પણ આમાં કરવાનું શું? એ તો કાંઈ આવતું નથી. (એમ કે દયા, દાન, વ્રત, ભક્તિ કરવાનું તો આવતું નથી.)
સમાધાનઃ- ભાઈ ! અંદર સમજવાનું એ કરવાનું છે. રાગ ને પુણ્ય-પાપના ભાવ ને એનું લક્ષ-એ બેયને છોડીને આ બાજુ અહિં આત્મામાં ઢળવું એ કરવાનું છે. વિભાવ ને વિભાવના નિમિત્તાનું લક્ષ છોડી સ્વભાવસમ્મુખ થવું એ કરવાનું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com