________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
ગાથા-૨૮૦
ण य रागदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ।। २८० ।।
न च रागद्वेषमोहं करोति ज्ञानी कषायभावं वा । स्वयमात्मनो न स तेन कारकस्तेषां भावानाम् ।। २८० ।।
(અનુષ્ટુમ્ )
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः । रागादीनात्मनः कुर्यादतो भवति कारकः।। १७७।। હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છેઃ
કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે, જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કા૨ક ઠરે. ૨૮૦.
ગાથાર્થ:- [જ્ઞાની] જ્ઞાની [રાદ્વેષમોહં] રાગદ્વેષમોહને [વષાયમાવું] કે કષાયભાવને [ સ્વયમ્] પોતાની મેળે [ આત્મન: ] પોતામાં [ત્ત 7 રોતિ] કરતો નથી [ તેન ] તેથી [ સ: ] તે, [ તેષાં માવાનામ્] તે ભાવોનો [ાળ: ન] કા૨ક અર્થાત્ કર્તા નથી.
ટીકા:- યથોક્ત ( અર્થાત્ જેવો કહ્યો તેવા ) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના ) શુદ્ધસ્વભાવથી જ ચ્યુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોરૂપે પોતાની મેળે પરિણમતો નથી અને ૫૨ વડે પણ પરિણમાવાતો નથી, માટે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ જ્ઞાની રાગ-દ્વેષ-મોહ આદિ ભાવોનો અકર્તા જ છે–એવો નિયમ છે.
ભાવાર્થ:- આત્મા જ્ઞાની થયો ત્યારે વસ્તુનો એવો સ્વભાવ જાણ્યો કે ‘આત્મા પોતે તો શુદ્ધ જ છે–દ્રવ્યદષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે, પર્યાયદષ્ટિએ પ૨દ્રવ્યના નિમિત્તથી રાગાદિરૂપે પરિણમે છે'; માટે હવે જ્ઞાની પોતે તે ભાવોનો કર્તા થતો નથી, ઉદયો આવે તેમનો જ્ઞાતા જ છે.
આવા વસ્તુસ્વભાવને અજ્ઞાની જાણતો નથી તેથી તે રાગાદિક ભાવોનો કર્તા થાય છે' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક હવે કહે છેઃ
શ્લોકાર્થ:- [કૃતિ સ્વ વસ્તુસ્વમાવં અજ્ઞાનીન વેત્તિ ] એવા પોતાના વસ્તુસ્વભાવને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com