________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૦]
[ ૩૦૭ અજ્ઞાની જાણતો નથી [તેન : રા+IIવીન માત્મા: ર્યાત્] તેથી તે રાગાદિકને (–રાગાદિભાવોને) પોતાના કરે છે, [બત: : ભવતિ] તેથી (તેમનો) કર્તા થાય છે. ૧૭૭.
સમયસાર ગાથા ૨૮૦: મથાળું હવે, એ પ્રમાણે જ ગાથામાં કહે છે:
* ગાથા ૨૮0: ટીકા ઉપરનું પ્રવચન * યથોક્ત (અર્થાત્ જેવો કહ્યો તેવો) વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની (પોતાના) શુદ્ધ સ્વભાવથી જ ચુત થતો નથી તેથી રાગ-દ્વેષ-મોટું આદિ ભાવરૂપે પોતાની મેળે પરિણમતો નથી.'
અહાહા....! ભગવાન આત્મા એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ અતીન્દ્રિય આનંદનો રસકંદ છે. હવે આ એને કેમ બેસે?
પણ જેમ સક્કરકંદ-સક્કરિયું એકલી સાકરનો-મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા એકલા જ્ઞાન અને આનંદનો પિંડ છે. આ સક્કરિયું લોકો બાફીને નથી ખાતા? એમાં એક એક ઝીણી કટકીમાં અનંત અનંત જીવો છે. એની ઉપરની લાલ છાલ ન જુઓ તો અંદર ધોળો સાકરનો પિંડ છે. તેમ પર્યાયમાં થતા પુણ્ય-પાપરૂપ વિકલ્પોની છાલને ન જુઓ તો ભગવાન આત્મા અંદર એકલો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પિંડ છે. સક્કરિયાની વાત બેસે પણ આ બેસવું મહા કઠણ ! કેમકે એણે કદી સાંભળ્યું નથી ને?
અહીં કહે છે-આવા પોતાના સ્વભાવને જ્ઞાની જાણે છે. અહાહા..! હું ચિદાનંદરસકંદ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એમ જ્ઞાની જાણે છે. અહા ! આ પુણ્ય-પાપના ભાવ અને પુણ્યના ફળમાં પાંચ-પચાસ કરોડની સંપત્તિ-ધૂળ મળે એ મારા આનંદનું સ્થાન નથી પણ અંદર આનંદસ્વરૂપે જ સદા રહેલો એવો આનંદધામ પ્રભુ હું આત્મા છું એમ જ્ઞાની પોતાને જાણે-અનુભવે છે. અહા ! આવા પોતાના સ્વરૂપને જાણતો-અનુભવતો જ્ઞાની શુદ્ધસ્વભાવથી ટ્યુત થતો નથી.
અહા ! જેને શુદ્ધ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા જ્ઞાન-શ્રદ્ધાન ને અનુભવમાં આવ્યો તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવથી વ્યુત થતો નથી અર્થાત્ તેની દષ્ટિ નિરંતર શુદ્ધ એક અખંડ ચિન્માત્રભાવ ઉપર જ રહે છે. અહાહા....! દષ્ટિનો વિષય જે શુદ્ધ એક ચિન્માત્રભાવ એના ઉપર જ એની નિરંતર દષ્ટિ રહે છે.
તો શું એ અજીવાદિ પદાર્થોને ને વ્યવહારને જાણતો નથી ? અરે ભાઈ ! એ સર્વ જાણવાલાયક હો પણ વસ્તુને પામવામાં એ કાંઈ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com