________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ (૩૫નાતિ) न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः। तस्मिन्निमित्तं परसङ्ग एव
वस्तुस्वभावोऽयमुदेति तावत्।।१७५ ।। હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી ચુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે; તેવી રીતે ખરેખર કેવળ (-એકલો) આત્મા, પોતે પરિણમન-સ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી (અર્થાત પોતે પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહિ હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી વ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે. -આવો વસ્તુનો સ્વભાવ છે.
ભાવાર્થ- સ્ફટિકમણિ પોતે તો કેવળ એકાકાર શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે લાલાશ-આદિપે પરિણમતો નથી પરંતુ લાલ આદિ પરદ્રવ્યના નિમિત્તે ( અર્થાત્ સ્વયં લાલાશ-આદિરૂપે પરિણમતા એવા પદ્રવ્યના નિમિત્તે) લાલાશ-આદિરૂપે પરિણમે છે. તેવી રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે; તે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં એકલો પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી પરંતુ રાગાદિરૂપ પરદ્રવ્યના નિમિત્તે (અર્થાત્ સ્વયે રાગાદિરૂપે પરિણમતા એવા પરદ્રવ્યના નિમિત્તે) રાગાદિરૂપે પરિણમે છે. આવો વસ્તુનો જ સ્વભાવ છે. તેમાં અન્ય કોઈ તર્કને અવકાશ નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ યથા સર્વાન્ત: ] સૂર્યકાંત મણિની માફક (અર્થાત્ જેમ સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ) [ માત્મા માત્મ: ૨૧ ફિનિમિત્તભાવ નાતુ યાતિ] આત્મા પોતાને રાગાદિકનું નિમિત્તે કદી પણ થતો નથી, [તસ્મિન નિમિત્તે પરસ: 94] તેમાં નિમિત્ત પરસંગ જ (-પરદ્રવ્યનો સંગ જ) છે. – [૩યમ્ વસ્તુસ્વભાવ: હતિ તાવ ] આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી.) ૧૭૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com