________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૮-૨૯
[ ૨૯૫ (અનુપુમ ) इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः।
रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः।। १७६ ।। આવા વસ્તુસ્વભાવને જાણતો જ્ઞાની રાગાદિકને પોતાના કરતો નથી' એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છે:
શ્લોકાર્થ- [તિ સ્વં વસ્તુસ્વમવં જ્ઞાની નાનાતિ] એવા પોતાના વસ્તુસ્વભાવને જ્ઞાની જાણે છે [તેન સ: RI+ITલીન માત્મ: ૧ પૂર્યાત] તેથી તે રાગાદિકને પોતાના કરતો નથી, [ મત: 18: ન મવતિ] તેથી તે (રાગાદિકનો) કર્તા નથી. ૧૭૬.
સમયસાર ગાથા ૨૭૮-૨૭૯: મથાળું ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્ય ભગવાન ગાથા કહે છે:
* ગાથા ર૭૮-૨૭૯: ટીકા ઉપરનું પ્રવચન * જેવી રીતે ખરેખર કેવળ (–એકલો) સ્ફટિકમણિ, પોતે પરિણમનસ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ....'
જાઓ, સ્ફટિકમણિ શુદ્ધ ઉજ્વળ ધોળો હોય છે. વિ. સં. ૧૯૯૧ માં મોટો સ્ફટિકમણિ જોયો હતો. આપણે અહીં સ્ફટિકમણિની ઉજ્વળ ધોળી-સફેદ પ્રતિમા છે ને? અહા ! એવો સ્ફટિકમણિ સ્વભાવથી શુદ્ધ સફેદ ઉક્વલ હોય છે.
એ સ્ફટિકમણિ ખરેખર એકલો હોય, બીજાના સંગમાં ન હોય અર્થાત્ બીજાના સંબંધમાં ન હોય તો પોતે પોતાની મેળે રાગાદિરૂપે અર્થાત્ લાલાશ આદિરૂપે પરિણમતો નથી, પણ જેવો સ્વભાવ છે તેવો સફેદ ઉજ્વલ જ પરિણમે છે. અહા ! પલટવું એ એનો સ્વભાવ છે; પરિણમનસ્વભાવવાળો હોવાથી પ્રતિસમય પર્યાયપણે તે બદલે છે, પલટે છે; પણ એને ત્રિકાળ શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહિ હોવાથી એકલો પોતાની મેળે તે રાગાદિરૂપે-લાલાશ આદિરૂપે પરિણમતો નથી. શું કીધું? કે સ્ફટિકમણિ પોતે પોતાને લાલાશ આદિરૂપ પરિણમનનું નિમિત્ત-કારણ નથી અર્થાત્ એકલો સ્ફટિકમણિ પોતાની મેળે લાલાશ આદિરૂપ થાય એવો એનો સ્વભાવ નથી; અને તેથી એકલો પોતાની મેળે લાલાશ આદિરૂપે પરિણમતો નથી. હવે કહે છે
“પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણિને રાગાદિનું નિમિત્ત થાય છે એવા પરદ્રવ્ય વડે જ, શુદ્ધસ્વભાવથી શ્રુત થયો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે....'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com