________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ જ્ઞાન ન થાય કેમકે એ બધું પરલક્ષી–પર તરફના લક્ષવાળું જ્ઞાન છે. અહા! દિશા પલટે અને અંદર સ્વમાં લક્ષ કરી સ્વસ્વરૂપને જાણવામાં પ્રવર્તે ત્યારે આત્માનું જ્ઞાન થાય છે અને તે સમ્યજ્ઞાન છે. આવી વાત છે.
અહા! અહીં મોક્ષમાર્ગ બતાવવો છે એમાં પહેલાં સમ્યજ્ઞાનથી ઉપાડ્યું છે, કેમકે જાણ્યા વિના કોની પ્રતીતિ કરે? જે વસ્તુ જાણવામાં ન આવે તેની પ્રતીતિ કેમ થાય? તેથી પહેલાં જ્ઞાનથી ઉપાડયું છે. તો કહે છે-જ્ઞાનનો એક શુદ્ધાત્મા જ આશ્રય છે. બીજાં ગમે તેટલું જાણે તોય આત્મપ્રાપ્તિ ન થાય પણ જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળી સ્વસમ્મુખતા કરે ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે” –આમાં “જ' કારથી એકાન્ત કીધું ને? મતલબ કે શુદ્ધાત્માનું જ્ઞાન એય જ્ઞાન ને શાસ્ત્રનું જ્ઞાન એય જ્ઞાન એમ નથી; પણ એક શુદ્ધ આત્મા જ જેનું નિમિત્ત-આશ્રય છે તે જ્ઞાન-સમ્યજ્ઞાન છે. અહા! સમ્યજ્ઞાનની પર્યાયમાં શુદ્ધ આત્મા જ નિમિત્ત-કારણ છે. નિમિત્ત એટલે તે પર્યાયમાં કાંઈ કરે છે એમ નહિ પણ એના આશ્રયે એના પૂર્ણ સામર્થ્યનું જ્ઞાન અહીં પર્યાયમાં આવે છે ને તે જ્ઞાન મોક્ષનો મારગ છે.
શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુત હો કે ના હો, શુદ્ધ આત્માના સદ્દભાવથી જ જ્ઞાનનો સદ્દભાવ છે. લ્યો, શું કહે છે આ? કે શાસ્ત્રનું જ્ઞાન ભલે હોય કે ન હોય, શુદ્ધ આત્માના સદભાવથી જ જ્ઞાનનો સદભાવ છે. હવે આવી નિશ્ચયની વાત ઘણા લોકોને-વ્યવહારવાળાઓને ખટકે છે. શબ્દશ્રુત હો કે ન હો એમ કીધું ને? મતલબ કે શબ્દધૃત કાંઈ નથી. માત્ર (દ્રવ્યશ્રુતથી) દિશા ફરે તો દશા ફેર થાય છે. પરથી ખસી જ્ઞાનની દિશા સ્વ ભણી વળે તે સમ્યજ્ઞાન થાય છે. અહા ! દશા દશાવાન તરફ ઢળે તો જ્ઞાન સાચું છે; બાકી બધાં થોથાં છે. સમજાણું કાંઈ..?
હવે કહે છે- “શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોના સદ્દભાવમાં કે અસદ્દભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદભાવથી જ દર્શનનો સદ્દભાવ છે.'
શું કીધું? કે સમ્યગ્દર્શનનો આશ્રય એક શુદ્ધ આત્મા જ છે, નવ પદાર્થો નહિ. નવ પદાર્થોની શ્રદ્ધા તો રાગ છે. અહીં ! જેનો આશ્રય નવ તત્ત્વો છે એ તો રાગ છે, સમ્યગ્દર્શન નહિ. ભગવાન જેને સમ્યગ્દર્શન કર્યું છે એનો આશ્રય-લક્ષ એક શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ આત્મા જ છે.
અહાહા...! નવતત્ત્વથી ભિન્ન પૂરણ શુદ્ધ એક જ્ઞાનઘન પ્રભુ આત્મા છે. એના સન્મુખનું શ્રદ્ધાન-દર્શન તે સમ્યગ્દર્શન છે. અભેદથી કહીએ તો શુદ્ધ આત્મા જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com