________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ]
[ ૨૮૭ આશ્રય નહિ લે તો આ મનુષ્યભવ નિરર્થક જશે. જિંદગી ચાલી જશે પ્રભુ! ને સંસાર ઊભો રહેશે. અહા ! આ ગધેડાને ને કૂતરાને હુમણાં મનુષ્યપણું નથી અને તને છે પણ સમજણ કરીને અંતદષ્ટિ નહિ કરે તો ફેરો (-દાવ) ફોગટ જશે ને ચાર ગતિના ફેરા (ચક્કર) ઊભા રહેશે. સમજાણું કાંઈ....?
આ પ્રમાણે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર તે સત્યાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી એમ કહ્યું. હવે સત્યાર્થ કહે છે:
શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સભાવમાં કે અસભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે..'
જોયું? શું કહે છે? કે સમ્યજ્ઞાનનો શુદ્ધ આત્મા જ એક આશ્રય છે. “શુદ્ધ આત્મા જ' –એમ કહીને બીજું બધું કાઢી નાખ્યું. આ સમ્યક એકાંત કર્યું છે. અહા ! સમ્યજ્ઞાનને એક આત્મા જ આશ્રય છે, બીજું કાંઈ નહિ-શાસ્ત્રજ્ઞાનેય નહિ ને દેવ-ગુય નહિ. સમજાણું કાંઈ...?
જુઓ, ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. તે વીતરાગતા કેમ થાય? તો કહે છે-જ્ઞાનની પર્યાય શુદ્ધ આત્માના આશ્રયે ભગવાન આત્માનું જ્ઞાન કરે તો વીતરાગતા થાય. કોઈ ગોમ્મદસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ અનેક ચારે અનુયોગનાં શાસ્ત્ર ભણે તો તેને સમકિત થાય કે નહિ? તો કહે છે–ચારે અનુયોગ ભણે માટે થાય જ એમ નહિ, કદાચિત્ થાય તો એનાથી (શાસ્ત્ર ભણતરથી) થાય એમેય નહિ થાય તો શુદ્ધ જ્ઞાનાનંદ પ્રભુ આત્માના જ આશ્રયે થાય બીજી કોઈ રીતે નહિ. ભાઈ ! વીતરાગી જ્ઞાનામૃતનો પિંડ પ્રભુ આત્મા અંદર છે અને સ્વાનુભવમાં ન જાણે ત્યાંસુધી એનાં ભણતર-બતર કાંઈ લેખે લાગે નહિ.
અહાહા..! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ એકલા જ્ઞાનામૃતરસનો દરિયો છે. એણે જાણનારું જ્ઞાન સમ્યજ્ઞાન છે. હવે એમાં બીજાં (–શાસ્ત્ર) આવડે ન આવડે એની સાથે કાંઈ સંબંધ નથી. જાઓ, શિવભૂતિ મુનિને દ્રવ્યશ્રુતનું કાંઈ વિશેષ જ્ઞાન ન હતું (“મા, પુષ, મા તુષ' એટલું પણ યાદ રહેતું ન હુતું) પણ અંતરમાં ભાવકૃત હતું કે-હું જ્ઞાનાનંદનો સાગર પ્રભુ આત્મા છું, કેમકે અંદર શુદ્ધ આત્માનો આશ્રય હતો. આવી વાત છે! ઝીણી પડે પણ વસ્તુ જ આવી છે.
અહા ! જ્ઞાન-સમ્યજ્ઞાન કેમ થાય એની આ વાત છે. શરીર, મન, વાણી, ઇન્દ્રિયથી તો થાય નહિ કેમકે તે બધા રૂપી જડ પુદ્ગલ છે ને ભગવાન આત્માનું જ્ઞાન અરૂપી ચૈતન્યમય છે. વળી પુણ્ય-પાપના વિકલ્પથીય જ્ઞાન ન થાય કેમકે તે વિકલ્પ જડસ્વભાવ છે, અજ્ઞાનસ્વભાવી છે. ત્યારે અનુયોગ ભણે એથીય કાંઈ આત્માનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com