________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ ]
થન રત્નાકર ભાગ-૮ સમાધાન - શુદ્ધ નિશ્ચય એક આત્માનું જ્ઞાન ને દર્શન થયા પછી પણ ધર્માત્માને છે કાયની દયાનો વિકલ્પ-વ્યવહાર હોય છે, પણ તેને એ હેયપણે છે. આત્માના શુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જેને પ્રગટ છે એવા મુનિવરને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ ઇત્યાદિ વ્યવહાર-રાગ હોય છે પણ તેને એ હેયબુદ્ધિએ હોય છે. એમાં એને સ્વામિત્વ નથી. સાધકને એક સમયમાં બેય હોય છે. સાધક છે ને? અધૂરો છે ને? સાધક હોય એટલે ત્યાં બાધકપણું હોય પણ તેને એ હેય છે.
મિથ્યાષ્ટિને એકલું બાધકપણું છે, ભગવાન કેવળીને એકલા સાધકપણાનું ફળ પૂર્ણ દશા છે અને સાધકને સાધક-બાધક બેય છે. એને સ્વના આશ્રયે જ્ઞાન, દર્શન ને ચારિત્ર તે નિશ્ચય ને પરના આશ્રયે જરી રાગ થાય તે વ્યવહાર-એમ બેય હોય છે. પણ એ વ્યવહાર કાંઈ સ્વ-વસ્તુ નથી, દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી. એ તો સહુચર નિમિત્ત જાણીને એને વ્યવહાર કહેવામાં આવે છે, બાકી છે એ હેય જ. સમજાણું કાંઈ....?
અહા ! આવો વ્યવહાર અભવ્યો અને ભવ્યો પણ કરે છે, પણ અંતરંગમાં શુદ્ધ આત્માનો આશ્રય કર્યા વિના એને ચારિત્રનો અભાવ છે. અહા ! અનંત કાળમાં એણે અનંત પદ્ગલપરાવર્તન કર્યા. એક એક પુદગલપરાવર્તનના અનંતમા ભાગમાં અનંતા દ્રલિંગ, યથાર્થ દ્રવ્યલિંગ હોં, અનંતવાર ધાર્યા, પણ ભગવાન આત્માના આશ્રયે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કર્યા નહિ. એ બધી બહારની ક્રિયા તો શુભરાગ છે. એને ધર્મ માની એ કરે ને બહારમાં લોકો પણ એને સારું આચરણ કર્યું પણ સર્વજ્ઞ પરમાત્મા એને સદાચરણ (સત્ય આચરણ) નહિ પણ અસદાચરણ અર્થાત્ અસત્ય આચરણ કહે છે. સમજાણું કાંઈ..? બાપુ! જે આચરણમાં સચ્ચિદાનંદનો નાથ પ્રભુ આત્મા હોય નહિ તે અસદાચરણ છે.
ભાઈ ! આ ત્રિલોકનાથ સીમંધર ભગવાનના શ્રીમુખેથી નીકળેલી વાણી અહીં આવી છે. શ્રી સીમંધર પરમાત્મા વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં મોજુદ છે. વીસમાં મુનિસુવ્રતનાથના સમયથી તેઓ મહાવિદેહમાં બિરાજે છે. તેમનો પાંચસો ધનુષ્યનો દેહ છે, અને કોડ પૂર્વનું આયુષ્ય છે. તે, આવતી ચોવીસીમાં અહીં તેરમાં તીર્થકર થશે ત્યારે મોક્ષ જશે. ભગવાન કુંદકુંદાચાર્ય સંવત ૪૯ માં ત્યાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. આઠ દિ' ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં આ કહે છે કે ચિબ્રહ્મચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા અંદર છે તેનો જ્યાં આશ્રય નથી ત્યાં ચારિત્ર નથી. કોઈ ભલે છ કાયના જીવની દયા ને પંચમહાવ્રતાદિનો વ્યવહાર પાળે, પણ એ કાંઈ ચારિત્રનો આશ્રય નથી અર્થાત્ એનાથી ચારિત્ર પ્રગટતું નથી. હવે આવું લોકોને આકરું પડે પણ શું થાય? મારગ તો આવો છે.
આમ બફમમાં ને બફમમાં (ભ્રમમાં) અંદર સચ્ચિદાનંદ ભગવાન છે એનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com