________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮ ]
વન રત્નાકર ભાગ-૮ વ્યવહારથી નિશ્ચય થાય ને વ્યવહાર આદરવાલાયક છે એમ માને તે જૈનદર્શનથી બહાર છે; એને જૈનદર્શનની ખબર નથી.
શુદ્ધ આત્માનું જ્ઞાન, શુદ્ધ આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું ચારિત્ર-શુદ્ધ રત્નત્રય એ મોક્ષનો મારગ છે, અતીન્દ્રિય સુખરૂપ આનંદની દશા છે. અને વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે તે દુઃખનું વેદન છે. જ્ઞાનીનેય એ હોય છે. કોઈ એમ કહે કે જ્ઞાનીને દુઃખનું વદન હોય જ નહિ તો તે એમ નથી. ભગવાન કેવળીને પૂરણ સુખની દશા છે, દુઃખ નથી. અજ્ઞાનીને એકલું દુઃખ છે, સુખ નથી. જ્યારે સાધકને જે શુદ્ધરત્નત્રય છે તે સુખની દશા છે ને જે વ્યવહારરત્નત્રય છે તે દુઃખનું વેદન છે.
દષ્ટિ ને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી, દુઃખ નથી એમ કહેવાય એ બીજી વાત છે, પણ જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાનીને કિંચિત્ રાગ છે ને તેટલું દુઃખનું વેદન પણ છે. પ્રવચનસાર, નયઅધિકારમાં છે કે આત્મદ્રવ્ય કયે રાગાદિનો કર્તા છે ને ભોજ્જનયે રાગાદિનો ભોક્તા છે. અહા ! જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાંસુધી ક્ષાયિક સમકિતી હોય, મુનિવર હોય, ગણધર હોય કે છાસ્થ તીર્થકર હોય, એને કિંચિત્ રાગ અને રાગનું વદન હોય છે. સાધકને ચોથ, પાંચમે, છઠ્ઠ આદિ ગુણસ્થાને પૂર્ણ આનંદની દશા નથી, અતીન્દ્રિય આનંદની અપૂર્ણદશા છે ને સાથે કિંચિત્ રાગનું-દુઃખનું વેદન પણ છે. જુઓ, શ્રી અમૃતચંદ્રાચાર્યદવે ત્રીજા કળશમાં શું કહ્યું? કે
परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः। मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते
र्भवत् समयसारव्याख्ययैवानुभूतेः ।। અહાહા...! છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ-આચાર્ય જેને અંતરમાં પ્રચુર અતીન્દ્રિય આનંદનું વેદન છે તે આ કહે છે કે મને જે (રાગાદિ) કલેશના પરિણામ વર્તે છે તેનાથી મારી પરિણતિ મેલી છે. કેવી છે પરિણતિ? કે પરપરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ (-નિમિત્ત) તેનો અનુભાવ (–ઉદયરૂપ વિપાક)ને લીધે જે અનુભાવ્ય ( રાગાદિ પરિણામો)ની વ્યાતિ છે તેનાથી નિરંતર કલ્માષિત (–મેલી) છે. જાઓ, સાધકદશા છે ને? એટલે કહે છે કે-હુજી અનાદિની રાગની પરિણતિ મને છે. એમ કેસ્વાનુભવ થયો છે, પ્રચુર આનંદનો સ્વાદ છે, ત્રણ કપાયના અભાવરૂપ વીતરાગી શાંતિ છે તોપણ નિમિત્તને વશ થયેલી (નિમિત્તથી એમ નહિ) દશાને લીધે જેટલો કલ્માષિત ભાવ છે તેટલું દુઃખનું વેદન પણ છે.
પૂર્ણ આનંદની દશા નથી ને? એની તો ભાવના કરે છે કે આ સમયસારની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com