________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ]
[ ૨૭૭ અહીં કહે છે- “વ્યવહારનય પ્રતિષેધ્ય છે.” કેમ? કારણ કે આચારાંગાદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક અર્થાત્ વ્યભિચારયુક્ત છે. જુઓ, અભવ્યને ને અનાદિ મિથ્યાષ્ટિને અગિયાર અંગ સુધીનું જ્ઞાન , નવપદાર્થનું ભેદરૂપ શ્રદ્ધાન અને મહાવ્રતાદિના વિકલ્પ અનંતવાર થવા છતાં તેને નિશ્ચય જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રગટતાં નથી કારણ કે શાસ્ત્રજ્ઞાન નિશ્ચયજ્ઞાનનો-આત્મજ્ઞાનનો આશ્રય નથી, નવ પદાર્થનું શ્રદ્ધાન નિશ્ચય સમકિતનો આશ્રય નથી, અને મહાવ્રતાદિના વિકલ્પ નિશ્ચયચારિત્રનો આશ્રય નથી. શાસ્ત્રજ્ઞાનના આશ્રયે આત્મજ્ઞાન થાય, નવતત્ત્વના શ્રદ્ધાનના આશ્રયે નિશ્ચય દર્શન થાય ને મહાવ્રતાદિના વિકલ્પના આશ્રયે સમ્યક્રચારિત્ર થાય એમ માનવું દોષયુક્ત છે. પરાશ્રયના ભાવથી સ્વ-આશ્રયના ભાવ નીપજે એ માન્યતા દોષયુક્ત છે.
જાઓ, પહેલાં કહ્યું કે સ્વના આશ્રયે જે દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય તે નિશ્ચય અને પરના આશ્રયે જે જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય તે વ્યવહાર. ત્યાં નિશ્ચય તે સત્યાર્થ સાચા, સમ્યક છે ને વ્યવહાર તે કાંઈ સાચી સત્યાર્થ વસ્તુ નથી. હવે કહે છે-નિશ્ચય હોય તેને (-જ્ઞાનીને) વ્યવહાર હોય છે, પણ વ્યવહાર હોય તેને નિશ્ચય હોય જ એમ નથી; કેમકે અભવ્યને અનંતવાર ભગવાને કહેલા વ્યવહારનું પાલન હોય છે, થાય છે છતાં તેને નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર હોતાં નથી. વાસ્તવમાં વ્યવહાર જ્ઞાનાદિને નિશ્ચયનું આશ્રયપણું બનતું નથી. માટે વ્યવહાર પ્રતિષેધ્ય છે એમ કહે છે.
જુઓ, જેને સ્વને આશ્રયે જ્ઞાન હોય છે તેને તે કાળે શબ્દધૃત આદિ વ્યવહાર હોય છે. શું કીધું? પૂર્ણ વીતરાગતા ન થઈ હોય એવી સાધકદશામાં આત્માનું જ્ઞાન, આત્મદર્શન અને આત્માનું ચારિત્ર હોય એની સાથે શબ્દશ્રુત આદિ વ્યવહાર દર્શન-જ્ઞાનચારિત્રનો રાગ હોય છે. એવો રાગ ભાવલિંગી મુનિરાજને પણ હોય છે. પણ અહીં શું કહે છે કે એ રાગના આશ્રયે કાંઈ એને નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર હોતાં નથી. નિશ્ચયધર્મ જે પ્રગટે છે તે કાંઈ વ્યવહારના આશ્રયે પ્રગટતો નથી પણ સ્વ-સ્વરૂપના આશ્રયે જ પ્રગટે છે. માટે કહે છે-વ્યવહાર પ્રતિષેધ્ય છે અર્થાત્ આદરણીય નથી. સમજાણું કાંઈ...?
ભાઈ ! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે બાપા! અંદર ભગવાન આત્મા પૂરણ શુદ્ધ નિત્યાનંદ પ્રભુ એક જ્ઞાયકભાવપણે પરમ પરિણામિકભાવે નિત્ય વિરાજે છે તે સમ્યગ્દર્શનનો વિષય ને ધ્યેય છે. એનું-પૂરણ પરમાત્મસ્વરૂપનું-દર્શન તે જૈનદર્શન છે. અહા! અનંત તીર્થકરોએ, અનંતા કેવળીઓ, ગણધરો ને મુનિવરોએ એ જ કહ્યું છે કે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે એનું ધ્યેય ત્રિકાળી ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ આત્મા છે, પણ વ્યવહાર એનું કારણ નથી. માટે વ્યવહાર પ્રતિષેધ્ય છે. જે કોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com