________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ (કળશ ૧૩ માં) આવ્યું ને કે-બાર અંગનું જ્ઞાન વિકલ્પ છે, એ કાંઈ અપૂર્વ ચીજ નથી. બાર અંગનું જ્ઞાન સમકિતીને જ થાય છે, પણ એ કાંઈ વિસ્મયકારી નથી કેમકે તે આશ્રય કરવા લાયક નથી; વાસ્તવમાં એમાં કહેલી શુદ્ધાત્માનુભૂતિ પ્રગટ કરવા લાયક છે અને તે ભગવાન આત્માના આશ્રયે જ થાય છે. સમજાણું કાંઈ...? અહો પહેલાંના પંડિતોએ કેવી અલૌકિક વાતો કીધી છે કે એના પેટ ખોલતાં સત્ય બહાર આવી જાય છે. ભાઈ ! આ કાંઈ એકલી પંડિતાઈનું કામ નથી, આ તો અંતરની વાતુ બાપા!
અહા ! જે જ્ઞાનમાં આત્મા હેતુ-કારણ-આશ્રય ન થાય તે જ્ઞાન જ્ઞાન જ નથી ભાઈ ! જુઓ ને શું કહે છે? કે- “ મે ” નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે. અહાહા...! આત્મા અને જ્ઞાન અને અભિન્ન છે!
તો પછી સમ્યજ્ઞાનનો આત્મા આશ્રય-કારણ છે એમ કેમ કહ્યું?
ભાઈ! એનો આશય એમ છે કે-આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન આખી ચીજ એમાં (જ્ઞાનની પર્યાયમાં) આવી જતી નથી પણ શુદ્ધ આત્મવસ્તુ પોતાના જ્ઞાનની પર્યાયમાં કારણ-આશ્રય થઈને તે જેવી-જેવડી છે તેનું જ્ઞાન પર્યાયમાં આવી જાય છે.. અહાહા...! જ્ઞાનનો આશ્રય હેતુ શુદ્ધ આત્મા છે એટલે શું? એટલે કે જ્ઞાનની પર્યાયમાં અનંત-અનંત ગુણસામર્થ્યથી યુક્ત પરિપૂર્ણ પ્રભુ શુદ્ધ આત્મા જેવડો છે તેવો જણાય છે. તેને અહીં અભેદથી કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. સમજાણું કાંઈ..? અહાહા..! શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં કારણ–આશ્રય શુદ્ધ આત્મા છે માટે કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. હવે આવી વાત બીજે ક્યાં છે પ્રભુ?
ભાઈ ! આ કાંઈ ખાલી પંડિતાઈની વાતો નથી. આ તો આત્માના જ્ઞાનની યથાર્થતા શું છે એની વાત છે. અહાહા...! આ યથાર્થ જ્ઞાન છે કે જે જ્ઞાનની પર્યાયમાં પરિપૂર્ણ ભગવાન આત્મા જણાય છે; પણ ભગવાન આત્મા પરિપૂર્ણ ત્રિકાળી પ્રભુ તે પર્યાયમાં આવતો નથી–તેથી શુદ્ધ આત્મા જ્ઞાનનો હેતુ-આશ્રય-નિમિત્ત કહ્યો. સમજાણું કાંઈ? ભાઈ ! શાસ્ત્રમાં આમ કહ્યું છે ને તેમ કહ્યું છે એમ બહારમાં તું ભટકયા કરે છે પણ શાસ્ત્રનો વાસ્તવિક આશય ભગવાન આત્માના જ્ઞાન વિના નહિ સમજાય.
ત્યારે કોઈ કહે છે-આ તો બધી નિશ્ચયની વાત છે. ચરણાનુયોગમાં વ્યવહાર પણ કહ્યો તો છે?
બાપુ! જે નિશ્ચય છે તે યથાર્થ છે, ને જે વ્યવહાર છે તે ઉપચાર છે. તું વ્યવહારને-ઉપચારને યથાર્થમાં ખતવી નાખે એ તો બાપુ! મિથ્યાજ્ઞાન થયું.
તો પંચાસ્તિકાય આદિ શાસ્ત્રોમાં સાધ્ય સાધન કહ્યું છે ને? વ્યવહાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com