________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ]
[ ર૬૯ શું કીધું? કે શુદ્ધ આત્મા જ્ઞાન છે કેમકે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. આ નિશ્ચયજ્ઞાન, સત્યાર્થજ્ઞાન, સમ્યજ્ઞાનની વાત છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ કેમ કહ્યું? કેમકે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય-નિમિત્ત છે. પહેલામાં (-વ્યવહારમાં) જેમ શબ્દશ્રુતજ્ઞાનમાં શબ્દો નિમિત્ત હતા તેમ અહીં જ્ઞાનમાં શુદ્ધ આત્મા નિમિત્ત-આશ્રય છે. અહા! સત્યાર્થ જ્ઞાન અર્થાત્ સમ્યજ્ઞાનની પર્યાયનો આશ્રય-નિમિત્ત-હેતુ શુદ્ધ આત્મા છે. આવી વાત છે!
અહા! આ સર્વજ્ઞ પરમાત્માની ઓધ્વનિમાં આવેલી વાત છે કે-જે છે જીવનિકાયની શ્રદ્ધા છે, છ જીવ-નિકાયનું જ્ઞાન છે, છ જીવ-નિકાયના વલણવાળું ચારિત્ર છેએ બધુંય વ્યવહાર છે. અહા ! વીતરાગ પરમેશ્વરના માર્ગ સિવાય છે જીવ-નિકાયની વાત બીજે કયાંય નથી.
અહા! નિગોદનું એક શરીર એમાં અનંતા જીવ; અંગુલના અસંખ્યાત ભાગમાં અસંખ્ય ઔદારિક શરીર અને એક એક શરીરમાં અનંતા જીવ; અહા ! આવો આખો લોક ભર્યો છે. અંદર સ્વભાવે ભગવાન સ્વરૂપ એવા અનંત-અનંત જીવોથી આખો લોક ભર્યો છે. પણ એ બધા ( તારે માટે) પરદ્રવ્ય છે ભાઈ ! તેથી છ કાયની શ્રદ્ધા વ્યવહાર છે, છ કાયનું જ્ઞાન વ્યવહાર છે અને છ કાયના લક્ષે મહાવ્રત પાળે એ વ્યવહાર છે.
હવે નિશ્ચય જ્ઞાનની વ્યાખ્યા કરતાં કહે છે-શુદ્ધ આત્મા જ્ઞાન છે કેમકે એ જ્ઞાનનો-નિશ્ચયજ્ઞાનનો હેતુ-આશ્રય શુદ્ધ આત્મા છે. ત્રિકાળી એક જ્ઞાયકમૂર્તિ સચ્ચિદાનંદ પ્રભુ એ જ્ઞાનનો આશ્રય છે માટે તે સમ્યજ્ઞાન છે.
જેમ વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે તેમ અહીં નિશ્ચયજ્ઞાનમાં ભગવાન આત્મા નિમિત્ત છે. “ગાશ્રયસ્વાત” એમ પાઠમાં બેયમાં લીધું છે ને? અહીં શુદ્ધ આત્માના લક્ષે–આશ્રયે જે જ્ઞાન થયું તે થયું છે તો પોતાથી પણ એનું લક્ષ શુદ્ધ આત્મા છે એમ વાત છે. તેથી કીધું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. પાઠમાં છે ને? કે “ની રવું TIT' નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે.
પહેલાં “માયારાવી TIM' –એમ પાઠમાં ભેદથી કીધું. હવે અભેદથી કહે છે‘બાવા રવુ |I[ ' નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, કેમકે આમાં જ્ઞાનનો આશ્રય શુદ્ધ એક આત્મદ્રવ્ય છે. ભાઈ ! આમાં ભાષા તો સાદી છે, પણ ભાવ તો જે છે તે ઊંડો ગંભીર છે. સમજાય એટલું સમજો બાપુ! એ તો અપૂર્વ વાતુ છે.
અરે ! અનંતકાળથી એણે જ્ઞાનનો આશ્રય પોતાના આત્માનો બનાવ્યો જ નથી. અગિયાર અંગનું જ્ઞાન કીધું, પણ જ્ઞાનનું કારણ–આશ્રય આત્માને કીધું નહિ. અરે ભાઈ ! શુદ્ધ આત્માનો જેને આશ્રય છે તે સત્યાર્થ જ્ઞાન છે, વીતરાગી જ્ઞાન છે. બાકી શબ્દશ્રુતજ્ઞાન છે એ તો સરાગી જ્ઞાન છે, વિકલ્પરૂપ જ્ઞાન છે. એ તો કળશટીકામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com