________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ]
[ ૨૭૧
સાધન ને નિશ્ચય સાધ્ય એમ કહ્યું છે ને? અહીં કહો છો-વ્યવહાર નિષેધ્ય છે; તો આ બે વાતનો મેળ શું ?
સાંભળ ભાઈ! જ્યાં ભિન્ન સાધ્ય-સાધન કહ્યું છે ત્યાં અમૃતાર્થનયથી વ્યવહા૨થી ઉપચાર કરીને કહ્યું છે. જેમકે-અહીં ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે' એમ કહ્યું એ નિશ્ચય છે કેમકે જ્ઞાનનો આશ્રય શુદ્ધ આત્મા છે, ને શુદ્ધ આત્મા ને જ્ઞાન ભિન્ન ચીજ નથી. તેવી રીતે પહેલાં ‘શબ્દશ્રુત જ્ઞાન છે' –એમ કહ્યું તે વ્યવહાર છે, કેમકે તે જ્ઞાનનો આશ્રય આત્મા નથી પણ ભિન્ન શબ્દશ્રુત છે. હવે જે જ્ઞાનમાં આત્મા ન જણાય તે જ્ઞાન શું કામનું? તેથી નિશ્ચય-આત્મજ્ઞાન વડે વ્યવહાર-શબ્દશ્રુતજ્ઞાન નિષેધ કરવા લાયક છે.
આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે એમ- પહેલાં વ્યવહારથી કહ્યું, અને હવે શુદ્ધ આત્મા જ્ઞાન છે એમ નિશ્ચય કહ્યો. આમ કેમ કહ્યું? કે વ્યવહાર જ્ઞાનમાં શબ્દશ્રુત નિમિત્ત છે. તેમાં શબ્દશ્રુત જણાણું પણ આત્મા જણાયો નહિ; તેથી તેને વ્યવહાર કહ્યું. અને સત્યાર્થ જ્ઞાનમાં-નિશ્ચય જ્ઞાનમાં ભગવાન આત્મા પરિપૂર્ણ જણાણો; તેથી તેને નિશ્ચય કહ્યું. એને ભગવાન આત્માનો આશ્રય છે ને? અને ભગવાન આત્મા એમાં પૂરો જણાય છે ને? તેથી તે નિશ્ચય છે, યથાર્થ છે. અહો! આચાર્યદેવે અમૃત રેડયાં છે. ભાઈ ! આમાં તો શાસ્ત્ર-ભણતરનાં અભિમાન ઉતરી જાય એવી વાત છે. શાસ્ત્ર-ભણતરશબ્દશ્રુતજ્ઞાન તો વિકલ્પ છે બાપુ! એ તો ખરેખર બંધનું કારણ છે ભાઈ!
શાસ્ત્ર-ભણતર તે વ્યવહાર છે. એ વ્યવહાર જ્ઞાનના અભિમાનમાં ( અહંપણામાં ) આવીને પ્રભુ! તું હારી જઈશ હોં. તે યથાર્થમાં જ્ઞાન નહિ હોં. જે જ્ઞાન ત્રિકાળી શુદ્ધ આત્માને જાણે તે યથાર્થ જ્ઞાન છે, અને શુદ્ધને જાણનારા જ્ઞાનને શુદ્ધનો ( ભગવાન આત્માનો ) આશ્રય હોય છે. અહાહા...! સમ્યજ્ઞાનની પર્યાય પોતે ઉપાદાન તેમાં શુદ્ધ આત્મા નિમિત્ત-આશ્રય છે. તેથી ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે' એમ અભેદથી કહ્યું છે. સમજાણું કાંઈ... ?
એમ તો આત્મા ને જ્ઞાન-બેય દ્રવ્ય ને પર્યાય એમ ભિન્ન ચીજ છે. ‘ આત્મા તે જ્ઞાન' –એમાં આત્મા તે દ્રવ્ય ને જ્ઞાન તે પર્યાય; એ બેય એક નથી. છતાં ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે' –એમ કેમ કહ્યું? કારણ કે જ્ઞાનની પર્યાયે આત્માને જ જાણ્યો, અને આત્માના આશ્રયે જ એને જાણ્યો. તેથી ‘શુદ્ધ આત્મા જ્ઞાન છે' એમ અભેદથી કહ્યું. આવો મારગ હવે સાંભળવાય મળે નહિ તે શું કરે ? ને કયાં જાય પ્રભુ?
બીજો બોલ: ‘શુદ્ધ આત્મા દર્શન છે.’ શું કીધું ? શુદ્ધ આત્મા સમકિત છે. પહેલાં ‘જીવાદિ નવ પદાર્થો દર્શન છે' એમ કહ્યું કેમકે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. ત્યાં નવ પદાર્થોની શ્રદ્ધાને વ્યવહારે દર્શન કહ્યું. અહીં કહે છે-શુદ્ધ આત્મા દર્શન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com