________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ]
[ ર૬પ ટીકાઃ- આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે (શબ્દઋત) જ્ઞાનનો આશ્રય છે, જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો આશ્રય છે, અને ઇ જીવ-નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (શુદ્ધ આત્મા ) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે. તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છેવ્યભિચારયુક્ત છે; (શબ્દશ્રત આદિને જ્ઞાન આદિના આશ્રયસ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે કેમ કે શબ્દકૃત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતાં, માટે વ્યવહારનયા પ્રતિષેધ્ય છે; ) અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. (શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે.) આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છેઃ
આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના (અર્થાત શબ્દશ્રુતના) સભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે; છ જીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના ભાવમાં કે અસદ્દભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સભાવથી જ જ્ઞાનનો અભાવ છે; શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોનાં સદભાવમાં કે અસદ્દભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સદભાવથી જ દર્શનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છે જીવ-નિકાયના સદ્ભાવમાં કે અસદ્દભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સર્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે.
ભાવાર્થ- આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહારનય તો નિષેધ્ય છે; અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો છે.
હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com