________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
( ૩પનાતિ)
रागादयो
बन्धनिदानमुक्ता
स्ते शुद्धचिन्मात्रमहो ऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तमिति પ્રભુન્ના: પુનરેવમાğ: ।। ૪ ।।
શ્લોકાર્થ:- [રાય: વન્ધનિવાનમ્ ઉત્તī: ] “રાગાદિકને બંધનાં કારણ કહ્યા અને વળી [તે શુદ્ધ-વિન્માત્ર-મહ:-અતિરિI: ] તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી ) ભિન્ન કહ્યા; [ તવ્—નિમિત્તભ્] ત્યારે તે રાગાદિકનું નિમિત્ત [મુિ આત્મા વા. પર: ] આત્મા છે કે બીજાં કોઈ?” [તિ પ્રભુન્ના: પુન: વમ્ આદુ ] એવા (શિષ્યના ) પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્યભગવાન ફરીને આમ (નીચે પ્રમાણે ) કહે છે. ૧૭૪.
*
*
સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ : મથાળું
',
હવે પૂછે છે કે–“નિશ્ચયનય વડે નિષેધ્ય ( અર્થાત્ નિષેધાવાયોગ્ય ) વ્યવહારનય, અને વ્યવહારનયનો નિષેધક જે નિશ્ચયનય-તે બન્ને નયો કેવા છે? એવું પૂછવામાં આવતાં વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છેઃ
* ગાથા ૨૭૬-૨૭૭ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
· આચારાંગ આદિ શબ્દશ્રુત જ્ઞાન છે કારણ કે તે (શબ્દશ્રુત ) જ્ઞાનનો આશ્રય છે, જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો આશ્રય છે, અને છ જીવ' નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહા૨ છે. '
જુઓ, અહીં આચારાંગ આદિ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલાં જૈનદર્શનનાં શાસ્ત્રોને નિમિત્તપણે લીધાં છે; અજ્ઞાનીઓએ કહેલાં નહિ. આચારાંગ આદિ શાસ્ત્ર શ્વેતાંબરમાં છે નહિ; એ તો ફક્ત નામ પાડયાં છે. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ઓધ્વનિ અનુસા૨ રચાયેલાં શાસ્ત્રોની વાત છે. અહીં શું કહેવું છે? કે આચારાંગ આદિ શાસ્ત્રોનું જ્ઞાન તે વ્યવહાર છે અને તે નિષેધ કરવા લાયક છે.
શું કહે છે? કે આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે. એ શાસ્ત્રોના શબ્દોનું જ્ઞાન તે શબ્દશ્રુતજ્ઞાન કહેવાય છે કેમકે તે જ્ઞાનનો આશ્રય-હેતુ-નિમિત્ત શબ્દો છે. ઝીણી વાત બાપુ! આ આચારાંગ આદિ શબ્દો છે એ વ્યવહા૨-જ્ઞાનનો આશ્રય-નિમિત્ત છે, તેથી તેને શબ્દશ્રુતજ્ઞાન વ્યવહારે કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com