________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ નહિ ને! ધર્મનું કારણેય નહિ. અહા ! એવું તો અભવ્ય પણ અનંતવાર કરે છે તોય તેને એકેય ભવ ઘટતો નથી. સમજાણું કાંઈ...!
અહા! અભવ્ય જીવ શુભકર્મમાત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધા છે. હવે કહે છે- “તેથી જ તે અભૂતાર્થ ધર્મનાં શ્રદ્ધાન, પ્રતીતિ, રુચિ અને સ્પર્શનથી ઉપરના રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી.'
જોયું! સત્યાર્થ ધર્મનાં રુચિ ને સ્પર્શનને બદલે તે શુભરાગને ધર્મ માનવારૂપ જૂઠા ધર્મનાં શ્રદ્ધાન, રુચિ ને સ્પર્શન અર્થાત્ વેદનથી, અનુભવનથી ઉપરના રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે. અહીં સીધું શુભરાગના પરિણામથી ભોગને પામે છે એમ લીધું છે. વાસ્તવમાં પરિણામ છે તે નવા કર્મબંધમાં નિમિત્ત છે. અને કર્મનો ઉદય ભોગ મળવામાં નિમિત્ત છે. ઉપાદાન તો સૌ-સૌનું સ્વતંત્ર છે. અહા ! શુભરાગના સ્પર્શન–અનુભવનથી તે નવમી રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે, પણ કદાપિ કર્મથી છૂટતો નથી. જોયું? શુભભાવ છે તે ચૈતન્ય ભગવાનથી વિરુદ્ધ ભાવ છે; એને ધર્મ માની આચરનાર કોઈ કાળે પણ કર્મથી છૂટતો નથી.
ત્યારે કોઈ પંડિત વળી કહે છે-કોઈને શુભભાવથી શુદ્ધભાવ થાય એમ કહો, એટલો સુધારો કરો. એમ કે વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવથી કોઈને ધર્મ થાય એમ કહો. ' અરે ભાઈ ! અહીં શું કહે છે આ? અહીં તો કહે છે-વ્રતાદિને ધર્મ માને પણ તે જૂઠો ધર્મ છે અને એના સ્પર્શનથી તે કદાપિ કર્મથી છૂટતો નથી. આ નિયમ છે કે શુભભાવના આચરણથી ભોગ મળે પણ એનાથી ધર્મ ન થાય.
કહે છે- “તે ઉપરના રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે .' જોયું ? “ભોગમાત્ર શબ્દથી શું કહેવું છે? કે એને ભોગ-સામગ્રી તો નવમાં રૈવેયક સુધીની અહમિંદ્રની મળશે પણ જેનાથી આત્મપ્રાપ્તિ થાય તે ધર્મ નહિ મળે. અહા! ટીકાના એક એક શબ્દમાં કેટકેટલું ભર્યું છે? શુભકર્મમાત્ર જૂઠા ધર્મના શ્રદ્ધાન-સ્પર્શનથી તે
-ભોગમાત્રને પામે છે, ધર્મ નહિ એક વાત, અને -કદાપિ કર્મથી છૂટતો નથી-એ બીજી વાત.
અહા! શુભભાવને તે ધર્મ માને છે તે મિથ્યાદર્શન છે અને એ શુભના આચરણથી એને ભોગ મળે છે પણ કદીય ધર્મ થતો નથી, સંવર-નિર્જરા થતાં નથી. આવી વાત છે.
બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. એ શુભભાવથી મળતી નથી. શુભભાવ કારણ ને સમ્યગ્દર્શન કાર્ય એમ ત્રણકાળમાં છે નહિ. અંદર ત્રિકાળી ભગવાન ચિન્માત્ર વસ્તુ કારણ પરમાત્મા પ્રભુ પોતે છે-એ એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com